તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Wednesday, 11th November 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું : શ્રદ્ધાળુઓએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દર્શન કરીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો
પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન : સંતોએ હરિભક્તોને મળીને નૂતન વર્ષના રૂડા આશીર્વાદ પાઠવ્યા

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના
દિવ્ય સિંહાસનને મનોહર ફૂલોથી સજાવવામાં આવ્યું હતું
પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું. નૂતન વર્ષ નિમિત્તે ભક્તોનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દિવ્ય દર્શન કરી પોતાના નૂતન વર્ષની મંગળ શરૂઆત કરી હતી.નૂતન વર્ષના બીજા દિવસે એટલે કે ભાઈબીજના પવિત્ર પર્વે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આકર્ષક એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલોની ડિઝાઈનવાળા વિશેષ વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ સાથે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દિવ્ય સિંહાસનને પણ મનોહર ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. સવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાની મંગળા આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાની ભવ્ય શણગાર આરતી પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરાઇ હતી. હજારો ભક્તોએ આરતીનો દિવ્ય લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
સમગ્ર મંદિર પરિસર હરિભક્તોની ભીડથી ઊભરાઈ ગયું હતું. 'શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય' ખાતે હજારો ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભોજનાલય પરિસરમાં પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)એ રૂબરૂ ઉપસ્થિત રહી હરિભક્તોને મળીને નૂતન વર્ષના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
