News of Monday, 19th October 2026
કચ્છમાં માતાના મઢ ખાતે રવિવારે સાતમના નોરતે હોમ-હવનની ધાર્મિક વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન
મોડી રાત્રે માતાજીના મઢના જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજબાવાના હસ્તે હવનમાં બીડું હોમવામાં આવ્યું : આશાપુરા માતાજીના જયઘોષ

(વિનોદ ગાલા દ્વારા) ભુજતા.૧૯ : કચ્છમાં માતાના મઢ ખાતે રવિવારે સાતમના નોરતે હોમ-હવનની ધાર્મિક વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી. આ પ્રસંગે આશાપુરા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિમય માહોલમાં માતાજીની પૂજા-અર્ચના, આરતી અને હવન સહિતની ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. રાત્રે આરતી, પૂજન અને યજ્ઞવિધિની શરૂઆત કરવામાં આવી હતી. આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે માતાજીના મઢના જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજબાવાના હસ્તે હવનમાં બીડું હોમવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તોએ આશાપુરા માતાજીના જયઘોષ સાથે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
