<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

વિંછીયામાં લેબોરેટરી સંચાલક અશ્વીનને સામુ જોવા મામલે દેવરાજે ધોકાથી ફટકાર્યો

સમર્પણ હોસ્‍પિટલ પાસે બનાવઃ હડમતીયાના શખ્‍સે માર મારતાં જસદણના યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો

રાજકોટ તા. ૫: જસદણ રહેતાં અને વિંછીયામાં લેબોરેટરી ચલાવતાં યુવાન પર વિંછીયામાં  ખાનગી હોસ્‍પિટલ નજીક એક શખ્‍સે ધોકાથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. સામુ જોવા મામલે આ માથાકુટ થયાનું યુવાને જણાવ્‍યું હતું.

પ્રાપ્‍ત વિગત મુજબ જસદણમાં રહેતો અશ્વિન મનસુખભાઇ ગુજરાતી (ઉ.વ.૩૦) સાંજે સાતેક વાગ્‍યે વિંછીયામાં સમર્પણ હોસ્‍પિટલ પાસે હતો ત્‍યારે અહિ ઉભેલા હડમતીયા ગામના દેવરાજ રબારીએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં ઇજાઓ થતાં ંવિંછીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વિંછીયા પોલીસને જાણ કરી હતી.

અશ્વિનભાઇ બે ભાઇમાં નાનો છે અને સંતાનમાં એક પુત્રી છે. તેણે જણાવ્‍યું હતું કે મારે વિંછીયામાં સમર્પણ હોસ્‍પિટલ નજીક લેબોરેટરી છે. સાંજે હું લેબના રિપોર્ટ હોસ્‍પિટલમાં પહોંચાડી પરત જતો હતો ત્‍યારે રસ્‍તામાં હોસ્‍પિટલ નજીક દેવરાજ રબારી બેઠો હોઇ તેણે મને ઉભો રાખી તું કેમ મારી સામે જોવે છે? કહી ઝઘડો કરી ગાળો દેતાં તેને ગાળો દેવાની ના પાડતાં ધોકાથી હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:39 PM IST)