News of Wednesday, 4th November 2026
અમદાવાદ જેલથી ૧પ વર્ષથી પેરોલ જમ્પ થયેલ ધારીના આરોપીને પકડી પાડતી વિસાવદર પોલીસ

જુનાગઢ તા. ૪: ધારી પોલીસ સ્ટેશન ગુ ૨.ને કર્સ્ટ/૯૬/૨૦૦૮ IPC કલમ ૩૦૨ વિ મુજબના ગુનાના કામે અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામનો આરોપી વિનોદ ઉર્ફે વિનુ પોપટભાઇ સાતલીયા (કોળી) રહે.નવા ગિરીયા તા.જી.અમરેલી મુળ ગામ ખીચા તા. ધારી વાળો પેરોલ જમ્પ કરી, હાલ વિસાવદર તાલુકાના મુંડીયારાવણી ગામે રહે છે અને હાલ વેકરીયા ધારી રોડ ઉપર છે તેવી હકીકતના આધારે મજકુર આરોપીને હસ્તગત કરી, પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી. મજકુર આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલ માથી તા.૦૫/૦૭/૨૦૧૧થી દિન - ૩૦ની પેરોલ રજા પર આવી, તા.૦૫/૦૮/૨૦૧૧ થી પેરોલ જમ્પ કરી, આજદીન સુધી અલગ અલગ સરનામે અલગ અલગ નામ ધારણ કરી નાસતો ફરતો રહેલ છે. અને મજકૂર આરોપી વિરૂદ્ધમા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નો.કો નં.૨૫/૨૦૧૧ પ્રિઝન એકટ ની કલમ ૫૧-એ તથા ૫૧-બી મુજબનો ગુનો રજી. થયેલ છે.
આ કામગીરી વિસાવદર પોલિસ સ્ટેશનના પો.ઇન્સ. એચ.વી.પટેલ લી. તેમજ પો.કોન્સ રાકેશભાઇ ડોબરીયા તથા પ્રદીપભાઇ વાળા તથા જીનેશભાઈ ભેડા તથા રજનીકભાઇ વાડોદરીયા તથા મહિપતસિંહ ભલગરીયા તથા અન્ય પોલીસ સ્ટાફે સાથે રહીને કરેલ છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
