News of Tuesday, 15th September 2026
પોરબંદર સાંદીપનિના શ્રી હરિ મંદિરમાં "પ.પૂ. ભાઈશ્રી"રમેશભાઈ ઓઝાની પ્રેરણા-આશીર્વાદથી ધર્મસભા-સત્સંગ
સાંદીપનિની સંસ્કૃત પાઠશાળાના પૂર્વ છાત્ર-કથાકાર પ્રકાશભાઈ જોષી દ્વારા "એઆઈ તક પહોંચે, અબ ચલો, ચલે માનવતાકી ઓર" વિષયને નિરૂપિત કરતા 'નરથી નારાયણ' બનવાની યાત્રા વિશે વિસ્તૃત ચર્ચા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૫ : પોરબંદર સાંદીપનિના શ્રી હરિ મંદિરમાં "પ.પૂ. ભાઈશ્રી"રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને આશીર્વાદથી રવિવારે તા.૧૩/૦૯/૨૦૨૬ના રોજ ધર્મસભા/સત્સંગનું આયોજન થયેલ હતું. જેમા સાંદીપનિની સંસ્કૃત પાઠશાળાના પૂર્વ છાત્ર એવં કથાકાર પ્રકાશભાઈ જોષી દ્વારા સત્સંગ પ્રવચન સેવા થઈ હતી.
જેમાં વર્તમાનના સમયને અનુલક્ષીને અનુલક્ષી "એઆઈ તક પહોંચે, અબ ચલો, ચલે માનવતાકી ઓર" વિષયને નિરૂપિત કરતા - માનવ દેહની કિંમત અને તેનાં સદ્ ઉપયોગથી 'નરથી નારાયણ' બનવાની યાત્રા વિશે વિસ્તૃત ચર્ચા સંત તુલસીદાસ રચિત શ્રીરામચરિત માનસનાં આધારે કરવામાં આવી હતી.
તેમજ વર્તમાન ઋષિકુમારોને અભ્યાસ માટે સુંદર અવસર "પ.પૂ. ભાઈશ્રી"રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં મળી રહ્યો છે, ત્યારે આ તકનો ભરપૂર લાભ લઈને માનવતાનાં ઉચ્ચ શિખરે પહોંચીને સંસ્થાનાં ધ્યેય વાક્ય - 'જ્ઞાનાર્થ પ્રવેશ - સેવાર્થ પ્રસ્થાન' ની ભલામણ સાથે સુંદર સત્સંગ થયો હતો.
આ ધર્મસભા/સત્સંગસભામાં પોરબંદરથી આવેલા ભાવિકજનો તથા સાંદીપનિના ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
