<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

અમરેલીમાં ગાંઠીયાના ધંધાર્થી ધર્મેશભાઇ જોષીએ ઝેર પીધું

આર્થિક ખેંચ કારણભુતઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૨: અમરેલીમાં બ્રાહ્મણ સોસાયટી પાસે રહેતાં ધર્મેશભાઇ હરિભાઇ જોષી (ઉ.વ.૫૫)એ  અમરેલી જીઆઇડીસી નજીક વે બ્રીજ પાસે ઝેર પી લેતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે.

ધર્મેશભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં બીજા છે અને સંતાનમાં બે દિકરી તથા ત્રણ દિકાર છે. પોતે ગાંઠીયા બનાવવાનું કામ કરે છે. ધંધામાં મંદીને કારણે આર્થિક ભીંસમાં આવી જતાં આ પગલુ ભર્યાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે અમરેલી પોલીસને જાણ કરતાં વધુત પાસ હાથ ધરવામાં આવી છે.

(12:58 PM IST)