News of Sunday, 2nd August 2026
ધ્રાંગધ્રા-કુડા હાઈવે પર સતપર ડેમ ઓવરફ્લો થતા ભારે પાણી ફરી વળ્યા: મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ : 15 ગામ સંપર્ક વિહોણા
કુડા સહિતના ગામોમાં પાણી ઘૂસી ગયા :પૂર જેવી સ્થિતિના કારણે આસપાસના 15થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-કુડા હાઈવે પર સતપર ડેમ ઓવરફ્લો થવાના કારણે ભારે પાણી ફરી વળ્યા છે, જેનાથી મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને કુડા સહિતના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. આ પૂર જેવી સ્થિતિના કારણે આસપાસના 15થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને તેઓ સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લામાં વ્યાપક નુકસાનના અહેવાલો છે અને વધુ એક મહત્વનો હાઈવે બંધ થતાં સ્થાનિક જનજીવન તેમજ રોજિંદી અવરજવર પર ગંભીર અસર પડી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
