તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 4th November 2026
જામનગરના મહિલા અગ્રણી ડિમ્પલબેન રાવલનું રાજ્યકક્ષાએ બહુમાન કરાયું.
સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ગ્રુપ માંથી 'બેસ્ટ લેડી મેમ્બર' નો એવોર્ડ એનાયત થયો.

( મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :જામનગરમાં છેલ્લા ૧૧ વર્ષોથી જીવદયા અને દેશભક્તિના કાર્યો કરતા પૂર્વ મહિલા કોર્પોરેટર, ગોરાણી ગ્રુપના સંયોજક ડિમ્પલબેન રાવલની ચકલીના માળા વિતરણ,જવાનોને રાખડી બાંધવાની કામગીરીની રાજ્યકક્ષાએ નોંધ લેવામાં આવી છે
આંતરરાષ્ટ્રીય સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના ફેડરેશન 3Bના અંજાર મુકામે યોજાયેલ અધિવેશનમાં રાજ્યના ૪૦૦ થી વધુ સદસ્યોની ઉપસ્થિતિમાં 'બેસ્ટ લેડી મેમ્બર' નો એવોર્ડ ડિમ્પલબેન રાવલને આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અલગ અલગ જિલ્લા ઓમાં કાર્યરત ૪૫ થી વધુ ગ્રુપના ૧૨૦૦ થી વધુ સદસ્યો માં ડિમ્પલબેન રાવલની બેસ્ટ લેડી મેમ્બર નો એવોર્ડ આપવામાં આવ્યો હતો, આ પ્રસંગે ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન નુરુદિન સેવલાવા, ફેડરેશન પ્રમુખ ડૉ મધુકાંત આચાર્ય, પૂર્વ ફેડરેશન પ્રમુખ મુકેશભાઈ પાઠક તેમજ રાજેશભાઈ દેસાય, તેજાભાઈ કાનગડ, શાંતિભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
