News of Saturday, 18th July 2026
વડીયામાં ઘર પાસે દારૂ વેંચવાની ના પાડતાં દિનેશભાઇનો હાથ ભાંગી નાંખ્યો
વિસ્તારમાં રહેતાં સિકંદર, ઇટી અને મુન્નો ધોકા-પાઇપથી તૂટી પડયાનો આક્ષેપઃ આધેડને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા

રાજકોટ તા. ૧૮: અમરેલનીા વડીયામાં રહેતાં આધેડે પોતાના ઘર નજીક દેશી દારૂ વેંચી રહેલા શખ્સોને શાંતિથી સમજાવી ઘર પાસે આવા ધંધા કરવાની ના પાડતાં આ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ, ધોકાથી હુમલો કરી હાથ ભાંગી નાંખતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ વડીયામાં બરવાળા રોડ પર ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતાં દિનેશભાઇ કનુભાઇ કાવટીયા (ઉ.વ.૪૮) પોતાના ઘર પાસે સવારે સાડા છએક વાગ્યે હતાં ત્યારે આ વિસ્તારના સિકંદર યુનુસભાઇ બાદશાહ, ઇટી અબુભાઇ બાદશાહ અને મુન્નો બાદશાહ સહિતનાએ ઝઘડો કરી લોખંડના પાઇપ, ધોકાથી બેફામ માર મારતાં શરીરે, ડાબા હાથે ઇજાઓ થતાં અમરેલી સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વડીયા પોલીસને જાણ કરી હતી.
દિનેશભાઇએ જણાવ્યું હતું કે હું ત્રણ ભાઇ અને અકે બહેનમાં મોટો છું અને મારે સંતાનમાં ત્રણ દિકરી છે. હું છુટક મજુરી કરી ગુજરાન ચલાવું છું. મારા ઘર પાસે હુમલાખોર શખ્સો દારૂનું વેંચાણ કરતાં હોઇ તેને મેં ઘરમાં દિકરીઓ હોઇ ઘર પાસે આવા ધંધા નીહ કરવા અને આગળ જતાં રહેવાનું કહેતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. વડીયા પોલીસે ખરેખર શું બન્યું? તેની તપાસ હાથ ધરી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
