<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

પાટડીમાં વિવાદઃ પૂર્વ ધારાસભ્‍ય નૌશાદ સોલંકી અને પોલીસ વચ્‍ચે ઉગ્ર બોલાચાલી

પોલીસ કાફલા વચ્‍ચે ઘર્ષણઃ DySP ની હાજરી છતાં સુરક્ષામાં મોટી ક્ષતિનો આક્ષેપ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૯: જિલ્લાના પાટડીમાં મતગણતરી દરમિયાન ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્‍ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ઝપાઝપી  થઈ છે.પોલીસની પ્રત્‍યક્ષ હાજરી હોવા છતાં બંને પક્ષના કાર્યકરો બાખડ્‍યા હતા. આ ઘટનાના કારણે મતગણતરી કેન્‍દ્ર પર તંગદિલી  વ્‍યાપી ગઈ છે. બંને પક્ષના ટોળા આમને-સામને આવી જતાં સ્‍થિતિ બેકાબૂ બની હતી.પૂર્વ ધારાસભ્‍ય અને પોલીસ વચ્‍ચે ઘર્ષણ ઘટનાસ્‍થળે હાજર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય નૌશાદ સોલંકી અને પોલીસ અધિકારીઓ વચ્‍ચે ઉગ્ર તું તું મે મે થઈ હતી. પૂર્વ ધારાસભ્‍યએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્‍યા છે. કોઈ અજાણ્‍યા શખ્‍સે છરી  બતાવી હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્‍યા છે. પોલીસ યોગ્‍ય રીતે ચેકિંગ  કરતી નથી તેવો આરોપ નૌશાદ સોલંકીએ લગાવ્‍યો છે. આ વિવાદના કારણે મતગણતરી પ્રક્રિયા પર પણ તેની અસર જોવા મળી છે

(11:15 AM IST)