તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 16th November 2026
મોરબીમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા 360 તેજસ્વી વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ.
પેડલ ટુ પ્રોગ્રેસ' સંકલ્પ અંતર્ગત વૈદેહી ફાર્મ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલની ભેટ અપાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબીમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા 'પેડલ ટુ પ્રોગ્રેસ' સંકલ્પ અંતર્ગત શાળાએ જતા જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 360 વિદ્યાર્થીઓને સાયકલની ભેટ આપી સંસ્થાએ સામાજિક જવાબદારીનું સુંદર વહન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુની મહારાજની પાવન પ્રેરણાથી અને શાહ ફાઉન્ડેશનના રીકાબેન મનુભાઈ શાહના આર્થિક સહયોગથી મોરબીના વૈદેહી ફાર્મ ખાતે આ સાયકલ વિતરણ સમારોહ યોજાયો હતો. ગુરુદેવના "શુભ થાવ આ સકલ વિશ્વનું" સંકલ્પને ધ્યાનમાં રાખીને, કોઈપણ ભેદભાવ વગર સર્વ જ્ઞાતિના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવ્યો છે.
સંસ્થા દ્વારા અગાઉથી રજીસ્ટ્રેશન અને રિસર્ચ ક૨ીને એવા તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમણે અભ્યાસમાં 80 ટકાથી વધુ પરિણામ મેળવ્યું હોય અને જેઓને શાળાએ આવવા-જવામાં અન્ય પર નિર્ભર રહેવું પડતું હોય. આવા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં પડતી મુશ્કેલીઓના કારણે તેમના માર્ક્સ અને ટકાવારી પર અસર ન પડે તે હેતુથી આ 360 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
