News of Tuesday, 28th July 2026
ભાવનગરના શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે ઉજવાશે ગુરૂ પૂર્ણિમાનો દિવ્ય મહોત્સવ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૮: પોતાની આધ્યાત્મિક સાધના સાથે પ્રકળતિ , પર્યાવરણ અને પ્રાણી માત્ર પ્રત્યે કરૂણા રાખી લોકોને જાગળત કરનાર સરળ સંત એવા પૂજ્ય સીતારામ બાપુની સાધનાસ્થલી અને સમગ્ર ભારતમાં ત્રીજા નંબરના સ્ફટિક શિવલિંગ સ્વરૂપે જ્યાં ભગવાન ભવનાથ મહાદેવ બિરાજે છે તેવી શિવકુંજ આશ્રમની ભુમિ પર આ ગુરું પૂર્ણિમા ની ઉજવણી ખૂબ જ ભાવથી કરવામાં આવશે.
શિવકુંજ ધામે સવારના સત્ય નારાયણ કથા સાથે શરૂ થયેલ પૂર્ણિમા ઉત્સવ સુંદરકાંડ પાઠ અને બપોરના મહાપ્રસાદ અને ર -૩૦ વાગ્યે પૂ. સીતારામ બાપુ ના આર્શિવાદ સાથે ગુરૂપૂજન, ગુરુવાણી અને ગુરુવંદનાનો કાર્યક્રમ શરૂ રહેશે.
આ પ્રસંગે દત્ત બાવની શિવ મહિમ્ન સ્તોત્ર હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠથી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવશે. સાંજે ભવનાથ મહાદેવે આરતી અને દિપમાળ થશે.
આ પ્રસંગને દિવ્યતા આપવા શિવકુંજ પરિવારના સૌ ભાઈ-બહેનો તથા પૂ.રામેશ્વરાનંદમયી માતાજી અને પૂ.વરુણાનંદમયી માતાજી જહેમત ઉઠાવી રહ્યા છે. સૌ ધર્મ પ્રેમી ભાઈ- બહેનોને આ દિવ્ય ઉત્સવનો લાભ લેવા અનુરોધ કરાયો છે
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
