તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 4th November 2026
દિવાળીઃ આંતરીક અંધકારને દુર કરીને ભીતરના દીવા પ્રગટાવવાનું મહાપર્વ

પોરબંદરઃ આપણે દિવાળીની ઉજવણી કરીએ છીએ, પરંતુ સમયના બદલાતા પ્રવાહ સાથે જો આપણે આ પર્વને એક નવી ઊંચાઈ, એક આધુનિક અને આધ્યાત્મિક પરિપ્રેક્ષ્ય આપીએ, તો તે બની જાય છે ‘ધ ગ્રેટ ગ્રેટીટયુડ દિપાવલી'
કળતજ્ઞતા એ માનવ જીવનની સૌથી શક્તિશાળી ઊર્જા છે. જ્યારે આપણે આપણી પાસે જે કંઈ છે તે બદલ બ્રહ્માંડ, પ્રકળતિ, પરિવાર અને આપણા જીવનમાં આવનાર દરેક વ્યક્તિ પ્રત્યે આદર અને આભારની ભાવના વ્યક્ત કરીએ છીએ, ત્યારે આપણું અસ્તિત્વ સમળદ્ધ બને છે.જે આધુનિક માનવીને તેની વ્યસ્ત જીવનશૈલીમાંથી બહાર કાઢીને તેના મૂળ સાથે, તેની આંતરિક શાંતિ સાથે જોડવાનું કામ કરે છે. આ દિવાળીએ આપણે માત્ર બાહ્ય સજાવટ નથી કરવાની, પરંતુ હૃદયના દરેક ખૂણામાં આભારની રોશની ફેલાવવાની છે. સૂર્યનો પ્રકાશ, પવનની શીતલ લહેર, નદીઓનું નીર અને પળથ્વીની ધરતીラઆ બધું જ આપણને નિસ્વાર્થભાવે મળે છે. લોકોએ આપણા જીવનને સુંદર બનાવ્યું છેラમાતા-પિતા, મિત્રો, શિક્ષકો અને અજાણ્યા લોકો પણラતેમના પ્રત્યે હૃદયમાં ધન્યવાદની ભાવના પેદા કરવી એ જ સાચી દિવાળી છે. જ્યાં કળતજ્ઞતા છે, ત્યાં અફસોસ કે નફરત માટે કોઈ સ્થાન નથી.
દીવો જ્યારે પ્રગટે છે ત્યારે તે પોતાની જાતને ઓગાળીને ચારે બાજુ પ્રકાશ ફેલાવે છે. તેવી જ રીતે, આપણા અહંકાર અને સ્વાર્થને ઓગાળીને જ્યારે આપણે બીજાના જીવનમાં ખુશીઓનો પ્રકાશ ફેલાવીએ છીએ, ત્યારે જ દિવાળીનું સાચું તાત્પર્ય સાર્થક થાય છે.
દિવાળી માત્ર બહારના અંધારાને ભગાડવા માટે નથી, પરંતુ ભીતરના ગાઢ અંધકારને દૂર કરવા માટેની એક મહાસાધના છે.‘ધ ગ્રેટ ગ્રેટીટયુડ દિપાવલી' નામના આ વિચાર પ્રાચીન ભારતીય દર્શન અને આધુનિક મનોવિજ્ઞાન બંનેનો મજબૂત સંદર્ભ રહેલો છે.
ભારતીય સંસ્કળતિમાં ઋણમુક્ત થવાની ભાવનાને સર્વોચ્ચ માનવામાં આવી છે. આપણી સંસ્કળતિ આપણને ‘દેવ ઋણ' ‘ઋષિ ઋણ' અને ‘પિતળ ઋણ'ની વાત શીખવે છે. આપણે જે પણ મેળવીએ છીએ તે આ બ્રહ્માંડનું ઋણ છે. દિવાળીના પર્વ પર ભગવાન રામના અયોધ્યા આગમનની કથા પણ એ જ સંદર્ભ આપે છે કે કેવી રીતે પ્રજાએ પોતાના રામ પ્રત્યે પ્રેમ, ભક્તિ અને આદર (કળતજ્ઞતા) વ્યક્ત કર્યો હતો.
આજના ડિજિટલ અને દોડધામ ભરેલા યુગમાં માનવ મન સતત અસંતોષ અને તણાવથી ઘેરાયેલું રહે છે. મનોવિજ્ઞાન એવું પુરવાર કરી ચૂકયું છે કે નિયમિતપણે કળતજ્ઞતા વ્યક્ત કરવાથી મગજમાં ડોપામાઈન અને સેરોટોનિન જેવા આનંદદાયક હોર્મોન્સનોસ્ત્રાવ વધે છે. ‘ધ ગ્રેટ ગ્રેટીટયુડ દિપાવલી' એ માત્ર એક આધ્યાત્મિક વિચાર નથી, પરંતુ તે માનસિક સ્વાસ્થ્ય માટેની એક અત્યાધુનિક થેરાપી પણ છે.
આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી નાની નાની બાબતોને હળવાશથી લઈ લઈએ છીએ જેમ કે સમયસર શ્વાસ લેવો,શુદ્ધ પાણી મળવું,પરિવારનો સાથ હોવો,રોજીરોટી માટે કામ હોવું જ્યારે આ બધી બાબતો છીનવાઈ જાય ત્યારે આપણને તેની કિંમત સમજાય છે. આ દિવાળીએ આપણે એક સંકલ્પ લેવાનો છે કે આપણે કોઈપણ પરિસ્થિતિમાં જે આપણી પાસે છે, તેના માટે બ્રહ્માંડનો આભાર માનીએ.
ડો.મનીષ એચ.લાખાણી
પોરબંદર ફેમીલી કોર્ટના કાઉન્સીલર
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
