તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 6th November 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દિવાળી મહાપર્વ ઉજવાશે
વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પૂ.હરિપ્રકાશદાસજી સ્વામી અને પૂ.વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનમાં દીપાવલી પર્વથી દેવ દિવાળી સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોઃ સમૂહ યજ્ઞ, અભિષેક, અન્નકૂટ અને દીપોત્સવના દર્શન માટે ભક્તો ઉમટશેઃ સર્જાશે ભક્તિનો મહાસાગર

રાજકોટ તા.૬: સાળંગપુરધામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી પૂ.વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ દિવાળી કાર્યક્રમ ૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં તા. ૦૬-૧૧-૨૦૨૬ શુક્રવાર ધનતેરસથી પર્વનો પ્રારંભ થશે અને તા. ૦૭-૧૧-૨૦૨૬ શનિવાર કાળી ચૌદશના દિવસે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી, સવારે ૭:૩૦ કલાકે સમૂહ યજ્ઞ પ્રારંભ, સવારે ૯:૦૦ કલાકે અભિષેક આરતી, બપોરે ૧૨:૩૦ કલાકે સમૂહ યજ્ઞ પૂર્ણાહુતિ, સાંજે ૬:૦૦ થી ૬:૩૦ ષોડશોપચાર પૂજન અને સાંજે ૬:૩૦ કલાકે સંધ્યા આરતી થશે, તા. ૦૮-૧૧-૨૦૨૬ રવિવાર દિવ્ય દીપોત્સવના દિવસે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે ચોપડાપૂજન શારદાપૂજન અને લક્ષ્મીપૂજન, સાંજે ૬:૩૦ કલાકે સંધ્યા આરતી સાથે દીપોત્સવ, રાત્રે ૭:૩૦ થી ૮:૦૦ કલાકે આતશબાજી થશે અને મંદિરના દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં તા. ૦૯-૧૧-૨૦૨૬ સોમવાર દિવ્ય અન્નકૂટ ઉત્સવના દિવસે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી, સવારે ૧૧:૦૦ કલાકે અન્નકૂટ આરતી, સાંજે ૬:૩૦ કલાકે સંધ્યા આરતી, સાંજે ૭:૦૦ થી ૭:૪૫ કલાકે સાંજનો થાળ અને રાત્રે ૯:૦૦ કલાકે શયન થશે, તા. ૧૦-૧૧-૨૦૨૬ મંગળવાર દિવ્ય બેસતુ વર્ષના દિવસે સવારે ૫:૦૦ કલાકે મંગળા આરતી, સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી, સાંજે ૬:૩૦ કલાકે સંધ્યા આરતી, સાંજે ૭:૦૦ થી ૭:૪૫ કલાકે સાંજનો થાળ અને રાત્રે ૯:૦૦ કલાકે શયન થશે, તા. ૧૪-૧૧-૨૦૨૬ શનિવાર લાભ પાંચમના દિવસે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી અને સાંજે ૬:૩૦ કલાકે સંધ્યા આરતી થશે.
તા. ૨૧-૧૧-૨૦૨૬ શનિવાર એકાદશી તુલસી વિવાહના દિવસે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી અને સાંજે ૬:૩૦ કલાકે સંધ્યા આરતી થશે, તા. ૨૪-૧૧-૨૦૨૬ મંગળવાર પૂનમ દેવદિવાળીના દિવસે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી, સાંજે ૫:૦૦ કલાકે રાજોપચાર પૂજન અને સાંજે ૬:૩૦ કલાકે સંધ્યા આરતી થશે, તેમજ નોંધ મુજબ તા. ૧૦-૧૧-૨૦૨૬ થી તા. ૧૬-૧૧-૨૦૨૬ સુધી મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે અને શણગાર આરતી સવારે ૭:૦૦ કલાકે થશે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આ દિવ્ય પર્વમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન અને આશીર્વાદ લેવા સર્વે ભક્તોને મંદિર તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
