તા. ૨૭ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૯ મંગળવાર
News of Saturday, 23rd May 2026
ખંભાળીયા- કલ્યાણપુર- ભાણવડ પંથકમાં પેટ્રોલ- ડિઝલ માટે વાહનચાલકો- ખેડુતોના આંટાફેરા
પુરતા પ્રમાણમાં ઇંધણનો જથ્થો ન મળતા ભારે મુશ્કેલીઃ ૨૦થી ૩૦ લીટર ડિઝલ અપાતુ હોવાનો આક્ષેપ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૩ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા નજીકના ગામો તથા દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર પંથકના ગામોમાં હાલ ખેડૂતોની ખેતીની જમીન સુધારવા તથા તૈયારી કરવા ખેડ કરવાની મોસમ છે ત્યારે ડીઝલી તંગી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તથા યોગ્ય જમીનની માવજત ના થાય તો તેની પાક ઉપર પણ ખુબ માઠી અસર થતી હોય જગતનો તાત ચિંતામાં મુકાયો છે અને અગાઉ જેમ ખાતર માટે ખેડૂતો બાઇક લઇને દુકાને દુકાને નીકળતા તેમ અત્યારે બાઇક લઇને પેટ્રોલ પંપના ચકકરો ખાવા લાગ્યા છે.
સરકારી તંત્ર તથા મામલતદાર દ્વારા ર૦૦ લીટર જ ડીઝલ આપવાનું જણાવ્યું છે ત્યારે ખેડૂતો પંપો પર જાય ત્યારે ર૦૦ નહી પણ ર૦ થી ૩૦ લીટર જ ડીઝલ કયાંક આપવામાં આવે છે તો કયાંક ખેડૂતોને લાઇનમાં કલાકો ઉભા રહેવા પછી પણ જથ્થો ખલાસ થઇ જતાં નથી મળતું તો બે-ત્રણ દિવસે ગાડી એક પંપમાં આવતી હોય આવતા જ કલાકોમાં ખલાસ થઇ જતી હોય ખેડૂતોના પરિવાર દીઠ એક-બે વ્યકિત તો ડીઝલ કયાં છે અને કયારે મળશે તેની તપાસમાં રાખવા પડતા ભારે ચિંતામાં ખેડૂતો મુકાયા છે.
ભાડથર પંપ પર ડીઝલ આવ્યાની જાણ થતાં ખેડૂતો બેરલ લઇને તથા કેટલા લઇને ઉમટતા માત્ર અધડા કલાકમાં જ દોઢ કિ. મી. લાંબી લાઇનો થઇ ગઇ હતી.
મામલતદાર તથા જિલ્લા તંત્રના નવા નિયમ મુજબ ૭/૧૨/૮ અ ની નકલ, આધારકાર્ડની નકલ ટ્રેકટરના આર.સી. બુકની નકલ વિ. સાથે રાખવી પડતી હોય અને જેમનું નામ ખેડૂતનું હોય તેમણે ફરજીયાત હાજર રહેવુ પડતુ હોય ભારે પરેશાની ખેડુતોને થાય છે તો કેટલાક એવા ખેડુતો કે જેઓ બીજાની જમીન ભાડે રાખીને ખેતી કરે છે કે તેમની પાસે પોતાના ૭/૧૨ અને ૮ અ નથી તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
સમગ્ર જિલ્લામાં ડીઝલની વિતરણ વ્યવસ્થામાં જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા પુરવઠા અધિકારી ક્રિષ્ના સોલંકી તથા તમામ મામલતદારો દ્વારા પણ પુરતુ ધ્યાન અને ચેકીંગ પણ રાખવામાં આવ્યુ છે
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
