<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપર કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ: ઉનના ઓઠા તળે ડ્રગ્સની દાણચોરી

અમદાવાદ નાર્કોટિકસ સેલનો દરોડો, કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓની સયુંક્ત કાર્યવાહી થાય તો ગુજરાતને ડ્રગ્સનું ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટ બનાવી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનું મોટું રેકેટ ખુલે, માલ મંગાવનાર અને ક્લિયરિંગ એજન્ટની શંકાસ્પદ ભૂમિકા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપર અમદાવાદ નાર્કોટિક્સ સેલે દરોડો પાડીને કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો સીઝ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ નાર્કોટિક્સ ટીમ દ્વારા મુન્દ્રા પોર્ટ કસ્ટમની એસઆઈઆઈબી ટીમ સાથે મળી ચોક્કસ કન્ટેનરને ઝડપી ટ્રાન્સવર્લ્ડ સીએસએફ માં તેની તપાસ હાથ ધરી હતી. વિદેશથી વુલ (ઉન) મંગાવાયેલા આ કન્ટેનરમાં ૧૪૦ કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સના જથ્થાની કિંમત કરોડોમાં હોવાની શંકા સાથે ડ્રગ્સ કયુ છે તેની તપાસ હાથ ધરાઈ છે. વુલ આયાત કરનાર પાર્ટી સ્થાનિકની હોવાની ચર્ચા વચ્ચે આયાતકાર તેમ જ ક્લિયરિંગ ફોરવર્ડિંગ એજન્ટની પણ તપાસ હાથ ધરાઈ છે. જોકે, વાયા ગુજરાત થઈને દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માંગતા દેશદ્રોહી ગદ્દારોના નેટવર્કને ભેદવા માટે કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ દ્વારા સયુંક્ત તપાસ કરાય તો મોટું રેકેટ ખૂલે. હાલ તુરત આ દરોડા અંગે વધુ માહિતી મેળવાઈ રહી છે.

(1:07 PM IST)