<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

રોડ રીસર્ફેસિંગની કામગીરીને લઈને જામનગરના વિંજરખી-મિયાત્રા-નાના થાવરિયા-હડમતીયા સુધીનો માર્ગ તમામ પ્રકારના ભારે વાહનો માટે બંધ

વાહનચાલકો વૈકલ્‍પિક રસ્‍તા તરીકે સુવરડા ટુ જોઇન એસ.એચ. રોડ સુધીનો માર્ગ તથા ગાડા માર્ગનો ઉપયોગ કરી શકશેઃ તંત્ર દ્વારા જાહેરાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮: જામનગર ખાતેના વિંજરખી મિયાત્રા-નાના થાવરિયા - હડમતિયા સુધીના ૧૦.૫૦ કી.મી. સુધીના રસ્‍તા પર રીસર્ફેસિંગની કામગીરી કરવામા આવનાર છે. આ રસ્‍તાના વિસ્‍તારમાં ક્‍વોરી હોવાના કારણે ભારે વાહનોની અવર-જવર પણ રહેતી હોય છે. ભારે વાહનોની અવર- જવરથી રીસર્ફેસિંગ કામગીરીમાં મુશ્‍કેલી થવાની તેમજ કામગીરીની ગુણવત્તા પર અસર થવાની સંભાવના રહેલી છે.

માટે અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી વિમલ ચૌધરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે. જે મુજબ  તમામ પ્રકારના માલ વાહક અને ભારે વાહનો માટે જામનગર તાલુકાના વિંજરખી-મિયાત્રા-નાના થાવરિયા-હડમતિયા સુધીનો માર્ગ વૈકલ્‍પિક માર્ગની વ્‍યવસ્‍થા સાથે તા.૧૭/૧૧/૨૦૨૬ થી અન્‍ય કોઇ સુચના કરવામાં ન આવે ત્‍યા સુધી પ્રતિબંધ રહેશે. વાહનચાલકો સુવરડા ટુ જોઇન એસ.એચ. રોડ સુધીનો તથા ગાડા માર્ગ વૈકલ્‍પિક રૂટ તરીકે ઉપયોગમાં લઇ શકશે.

(1:01 PM IST)