News of Tuesday, 21st July 2026
પૂ.ગુરૂભગવંતો ચોમાસા દરમિયાન અનેક પુણ્યાત્માઓને ધર્મ આરાધના-જ્ઞાન ગંગામાં તરબોળ કરે છેઃ પૂ.આ.ભ. જે.પી. ગુરૂદેવ
બોટાદ ખાતે પૂ.આ. ગુરૂદેવનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ

રાજકોટઃ પૂ.આચાર્ય દેવ શ્રી વિજય લબ્ધિપ્રભ સૂરીશ્વરજી મ.સા., પૂ. ક્રાંતિકારી વિચારક પ્રવચન પ્રભાવક અધ્યાત્મ ચિંતક આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ (જે.પી.ગુરુદેવ) આદિ ઠાણા - ૪ નો બોટાદ નગરની ધન્ય ધરા પર ખૂબ જ ઉમંગ - ઉલ્લાસ સાથે ભવ્ય ચાતુર્માસ પ્રવેશ તા. ૧૯ ને રવિવારના રોજ સંપન્ન થયેલ.
આ અવસરે પૂ.ગુરુદેવે ફરમાવેલ કે, જૈન ધર્મની વર્તમાનકાલીન વ્યવસ્થા અનુસાર ચારેય સંપ્રદાયના સર્વ પૂજ્ય ગુરુ ભગવંતો ચોમાસા દરમ્યાન ચાર મહિના એક જ જગ્યાએ સ્થિરતા કરી અનેક પુણ્યાત્માઓને ધર્મ આરાધનાની સાથે જ્ઞાન ગંગામાં તરબોળ કરી જીવનને ઉજ્જવલ બનાવવા માટે વિશેષ પ્રેરણા પ્રદાન કરવામાં આવતી હોય છે.
ચાતુર્માસ પ્રવેશનું મહત્વ સમજાવતા પૂજ્ય આચાર્યશ્રી એ કહ્યું કે, આપણા જીવનમાં જ્ઞાનનો, ધ્યાનનો, શુભ કાર્યની પ્રેરણાનો, ધર્મ આરાધનાનો, સુંદર ભાવનો, શ્રદ્ધાનો, પૂર્ણ સમર્પણનો આપણી ભીતર પ્રવેશ કરાવે એનું નામ પૂજ્ય ગુરુ ભગવંતનો ચાતુર્માસ પધરામણીનો પાવન અવસર.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
