<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ ગીર સોમનાથ જીલ્લાના જામવાડામા શાળા પ્રવેશોત્સવ દરમિયાન નાના ભૂલકાઓ સાથે જમીન પર જ ભોંયતળિયે બેસીને જ સહજભાવે નાસ્તો કર્યો...

ગુજરાત રાજયના શિક્ષણમંત્રીએ નાના બાળકોને વિવિધ પ્રશ્નો પૂછીને બાળકોના શિક્ષણ ઉત્કર્ષની ચકાસણી કરતા-કરતા બાળકોની બાળસહજ મસ્તીમાં સહભાગી બની ભાર વગરના ભણતરનું અહેસાસ કરાવ્યો

ગીર સોમનાથ તા.૨૩ : આજથી ગીર સોમનાથ જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬નો પ્રારંભ થયો છે.

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે શિક્ષણમંત્રી  ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ જામવાડા ખાતે શાળા પ્રવેશોત્સવ દરમિયાન નાના ભૂલકાઓ સાથે જમીન પર જ ભોંયતળિયે બેસીને જ સહજભાવે નાસ્તો કર્યો હતો.

બાળકો સાથે બટેટાપૌવાનો નાસ્તો કરતા કરતા શિક્ષણમંત્રી  ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ નાના બાળકોને વિવિધ પ્રશ્નો પૂછીને બાળકોના શિક્ષણ ઉત્કર્ષની ચકાસણી કરતા-કરતા બાળકોની બાળસહજ મસ્તીમાં સહભાગી બની ભાર વગરના ભણતરનું અહેસાસ કરાવ્યો હતો.

પોતાનો સહજ અને સરળ ભાવ દર્શાવતા શિક્ષણમંત્રી  ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ સામાન્ય નાગરિકની જેમ જ જમીન પર પલાંઠીભેર બેસી અને વિદ્યાર્થીઓ સાથે બટેટાપૌવા આરોગ્યા હતાં. 

શિક્ષણમંત્રી  ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ વાલીપણું દર્શાવતા આંગણવાડીના નાના-નાના ભૂલકાઓ સાથે બાળસહજ સંવાદ કર્યો હતો અને ભૂલકાઓને ચોકલેટ આપી અને લાડ લડાવ્યાં હતાં.

શિક્ષણમંત્રી  ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા સાથે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા હતાં.

(3:53 PM IST)