News of Friday, 15th May 2026
જૂનાગઢમાં ટ્રક હડફેટે મોપેડ ચાલક વૃધ્ધનું મોત
મજેવડી દરવાજા પાસે સર્જાયેલો અકસ્માત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૫: ચોબારી રોડ પર આવેલ ચિત્રાક્ષ પ્રાઇમ એપાર્ટમેન્ટમાં રહેતા નીરવભાઈ અનિલભાઈ ઉનડકટની ફરિયાદ મુજબ તેની સાથે રહેતા તેના સસરા રાજેશકુમાર હરિવલ્લભભાઈ કક્કડ બુધવારે બપોરના બે વાગ્યાના સુમારે પોતાનું જીજે ૧૧ બીએલ ૦૩૧૪ નંબરનું મોપેડ લઈને મજેવડી દરવાજા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે પાછળથી પૂરઝડપે આવી રહેલા જીજે ૧૨ બીએક્સ ૯૯૧૮ નંબરના ટ્રકના ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાજેશકુમારને માથાના ભાગે તથા ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ વળધ્ધને તત્કાલ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા. અકસ્માતના બનાવ અંગે એ ડિવિઝન પોલીસે મળતકના જમાઇ નીરવભાઈ ઉનડકટની ફરિયાદ લઈ ટ્રક ચાલક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
