News of Wednesday, 4th November 2026
જુનાગઢમાં રોડ ક્રોસ કરતા વૃધ્ધાનું બાઈક હડફેટે મોત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૦૪: પાઠકનગરમાં રહેતા જાહીબેન મંગાભાઈ ડોડીયા ઉ. વ. ૫૮ તા. ૮ ઓક્ટોબરના રોજ રાત્રે ૮:૩૦ વાગ્યાના સુમારે પાઠક નગર બિલખા રોડ પર આવેલી દેવાંગી પાનવાળીની દુકાન સામેની સાઈડેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા.
આ દરમિયાન ખડીયા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે ૧૧ સીજે ૮૧૧૫ નંબરની બાઈકના ચાલકે વળધ્ધાને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જાહીબેનને હોઠ ઉપર, જમણા હાથની કોણીના ભાગે, ડાબા પગમાં ઘુંટણ નીચે તથા જમણા પગમાં થાપાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી છૂટયો હતો.
અક્સ્માત બાદ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઝાંઝરડા ચોકી સ્થિત ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ૧૫ દિવસ સારવાર આપ્યા બાદ તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. જો કે, ૩૦ ઓક્ટોબરે અચાનક તબિયત વધુ બગડતા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા.
અકસ્માતના આ બનાવ અંગે મળતકના પુત્ર મનસુખભાઈ ડોડીયાની ફરિયાદ આધારે સી ડિવિઝન પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
