News of Tuesday, 26th May 2026
પોરબંદર,રાણાવાવ,કુતિયાણા તાલુકા પંચાયતમાં હોદેદારોની વરણી
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી સાથે પરામર્શ કરી હોદેદારોને ચૂંટી કાઢવા મેન્ડેટ આપ્યું હતું તે મુજબ હોદેદારો બિનહરીફ ચૂંટાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૬ :.. ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સાથે પરામર્શ કરી પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત, કુતિયાણા તાલુકા પંચાયત ના હોદેદારોના નામોને ચૂંટી કાઢવા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું જે મુજબ હોદેદારો બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલ છે.
પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રતાપભાઈ પરબતભાઈ કેશવાલા, ઉપપ્રમુખ તરીકે લલીતાબેન પ્રવીણભાઈ માવદીયા , કારોબારી ચેરમેન તરીકે કેશુભાઈ મેણંદભાઈ ઓડેદરા, પક્ષના નેતા તરીકે રામભાઈ નાગાભાઈ કુછડીયા અને દંડક તરીકે લાખાભાઇ વાઘાભાઈ કોડિયાતર ને બિનહરીફ ચુંટી કાઢવામાં આવ્યા છે.
રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયેશભાઈ લલિતભાઈ ભૂતિયા, ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન બોઘાભાઈ શિયાણી, કારોબારી ચેરમેન તરીકે રણમલભાઇ કાનાભાઇ ભેડા, પક્ષના નેતા તરીકે ટાભાભાઈ લાખાભાઈ હુણ, દંડક તરીકે અંજનાબેન પીઠાભાઈ બામરટીયાને બિનહરીફ ચુંટી કાઢવામાં આવ્યા છે.
કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાણીબેન સામતભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે મીતુબેન મહેન્દ્રભાઈ સંતોકી, કારોબારી ચેરમેન ભાવેશભાઈ રામદેભાઇ રાવલીયા, પક્ષના નેતા તરીકે રામદેભાઇ પુંજાભાઈ મોડેદરા, દંડક તરીકે દેવાભાઇ દુદાભાઈ હરણને બિનહરીફ ચુંટી કાઢવામાં આવ્યા છે.
તમામ હોદેદારોને ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગટિયા, તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડીયા સહીત જિલ્લા ભાજપના હોદેદારો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
