<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

રાણાવાવની ધોરિયાનેશમાં ૧.૩૦ લાખનો ઇંગ્‍લીશ દારૂ ઝડપાયોઃ આરોપી નાસી ગયો

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૧, રાણાવાવની ધોરિયાનેશમાં પડતર બાથરૂમમાંથી પોલીસે બાતમીને આધારે ૧,૩૦,પ૬૦ ની  ઇંગ્‍લીંશ દારૂની બોટલો તથા ચપટા નો જથ્‍થો પકડી લીધો હતો.

 રાણાવાવ પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. શ્રી આર.વી.મોરી તથા પોલીસ સ્‍ટાફના  પેટ્રોલીંગ દરમ્‍યાન રાણાવાવ પો.સ્‍ટે.ના પો.કોન્‍સ. સંજય વાલાભાઇ તથા જયમલ સામતભાઇ ને મળેલ બાતમી  આધારે ધોરીયાનેશમાંપડતર બાથરૂમમાંથી ભારતીય બનાવટના વિદેશી  દારૂ કંપનીની દારૂના ચપટા  (નાની બોટલ) ભરેલ કુલ બોક્ષ-૧૬ કુલ ચપટા નંગ-૭૬૮ કી.રૂ.૧,૩૦,૫૬૦/- ના મુદામાલ સાથે પકડીને પ્રોહીબીશનનો ગુનો દાખલ કર્યો છે.

આ દારૂ દરોડા દરમીયાન આરોપી  કરશન કાનાભાઇ કોડીયાતર રહે.ધોરીયાનેશ  વાળો હાથ આવ્‍યો ન હતો.

આ દારૂ દરોડાની  કામગીરી રાણાવાવ પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ.   બી.જી.ડાંગર  તથા પો.સબ.ઇન્‍સ. શ્રી આર.વી.મોરી તથા પો.હેડ.કોન્‍સ. બી.જે.દાસા, એ.કે.લુવા તથા પો.કોન્‍સ. સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, કુણાલસિંહ પ્રવિણસિંહ, ભરત કાનાભાઇ વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.

(1:21 PM IST)