તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 13th November 2026
વિંછીયાના અમરાપુર શૈક્ષણિક સંસ્થામાં કુવરજીભાઈની અધ્યક્ષતામાં સમસ્ત કોળી ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહમિલન
સૌરાષ્ટ્રભર માંથી કોળી સમાજના આગેવાનો સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ, તા.૧૩: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે નૂતન વર્ષ નિમિત્તે સમસ્ત કોળી ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું સૌરાષ્ટ્રભરમાંથી કોળી સમાજના આગેવાનો સાધુ સંતો સંગઠનના હોદ્દેદારો રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી આ ભવ્ય સ્નેહમિલન કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ચાલતા કોળી સમાજના સંગઠનોના હોદ્દેદારો, રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ ક્ષેત્રમાં સમાજનુ ઉત્થાન થાય શિક્ષણનું સ્તર ઊંચું આવે સમાજની સંખ્યા મુજબ રાજકીય કદ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા,ચોટીલા ના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય ઋતવિક મકવાણા રાજકોટના ખ્યાત નામ ડોક્ટર મનીષભાઈ બાવળીયા તેમજ અન્ય ધારાસભ્યશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સાધુ-સંતો પણ આ સ્નેહમિલન સમારોહમાં હાજર રહીને સમાજને આશીર્વાદ આપ્યા હતા આ તોહમિલનનો મુખ્ય હેતુ કોળી સમાજના સંગઠનને વધુ મજબૂત કરવું, આવનાર દિવસોમાં સમાજમાં કુરિવાજોમાં સુધારા લાવવા તેમજ રાજકીય રીતે કોળી સમાજનું કદ વધે તે માટે સૌને એક મંચ પર ઉપસ્થિત થયા સમગ્ર કાર્યક્રમ એકતા, સંગઠન અને સમાજ સુધારાના સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયુ હતું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકા તથા સરપંચો સહિત વિવિધ ચુંટાયેલા વ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
