<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ધોરાજીમાં કારખાનામાં મશીન ચાલુ કરતાં ભડકોઃ મનજીત દાઝી ગયો

મુળ યુપીના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

 

 

રાજકોટ તા. ૧૪: ધોરાજીમાં એક કારખાનામાં કામ કરતો યુવાન ગઇકાલે સવારે મશીન ચાલુ કરવા ગયો ત્‍યારે એકાએક ભડકો થતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ ધોરાજીમાં જુનાગઢ રોડ પર આવેલી જોગીકૃપા પોલીસર્મ નામની ફેક્‍ટરીમાં કામ કરતો અને ત્‍યાં જ રહેતો મુળ યુપીની મનજીત શ્રીરામબહાદુર લોધી (ઉ.વ.૩૧) કારખાનામાં કામ કરતો હતો ત્‍યારે પ્‍લાસ્‍ટીક ઓગાળવાના હિટર મશીનની સ્‍વીચ ચાલુ કરતાં જ ભડકો થતાં ગરમ પ્‍લાસ્‍ટીક ઉડતાં મોઢા, હાથના ભાગે દાઝી જતાં દેકારો મચી ગયો હતો. તેને સારવાર માટે ધોરાજી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ધોરાજી તાલુકા પોલીસને જાણ કરવામં આવી છે. તે ચાર બહેન અને  ત્રણ ભાઇમાં મોટો છે. સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે.

(1:27 PM IST)