<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

પશ્ચિમ રેલ્‍વેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેયે વાંકોનર અને સુરેન્‍દ્રનગર સ્‍ટેશનોનું નિરીક્ષણ કર્યુ

મુસાફરોની સુવિધાઓ, સ્‍વચ્‍છતા, સુરક્ષા અને ઓપરેશનલ વ્‍યવસ્‍થાઓની સમીક્ષા કરી; અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી

રાજકોટ, ૨૯  : પશ્ચિમરેલવેના મહા-બંધક શ્રી રામાશ્રય પાંડેયે ૨૭ જૂન, ૨૦૨૬ ના રોજ જામનગર-વિરમગામ રેલવે સેક્‍શનના સુરક્ષા નિરીક્ષણ દરમિયાન રાજકોટ ડિવિઝનના વાંકાનેર જંક્‍શન અને સુરેન્‍દ્રનગર સ્‍ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું. આ -સંગે તેમણે મુસાફરોની સુવિધાઓ, સ્‍વચ્‍છતા, સુરક્ષા તેમજ ઓપરેશનલ વ્‍યવસ્‍થાઓની સમીક્ષા કરી હતી અને ઉપલબ્‍ધ સેવાઓની ગુણવત્તા, જાળવણી તથા સેવાના ધોરણોનું અવલોકન કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.

 વાંકાનેર સ્‍ટેશનનું નિરીક્ષણ

મહા-બંધક શ્રી પાંડેયે વાંકાનેર સ્‍ટેશન પર પ્‍લેટફોર્મ, એર-કંડિશન્‍ડ (ખ્‍ઘ્‍) અને સામાન્‍ય વેઇટિંગ રૂમ, વિવિધ સ્‍ટોલ, વન સ્‍ટેશન વન પ્રોડક્‍ટ(OSOP) સ્‍ટોલ તેમજ સ્‍ટેશનના સકર્યુલેટિંગ એરિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મુસાફરોને પૂરી પાડવામાં આવી રહેલી સુવિધાઓની ગુણવત્તા અને તેની જાળવણીની સ્‍થિતિનું અવલોકન કરીને તેમાં સતત સુધારો કરવાના નિર્દેશ આપ્‍યા હતા.

 સુરેન્‍દ્રનગર સ્‍ટેશનનું નિરીક્ષણ

ત્‍યારબાદ મહા-બંધકે સુરેન્‍દ્રનગર સ્‍ટેશન પર ફૂટ ઓવર બ્રિજ (FOB), લિફ્‌ટ, પ્‍લેટફોર્મ, ઇન્‍ટિગ્રેટેડ ક્રૂ લોબી, વેઇટિંગ રૂમ અને સકર્યુલેટિંગ એરિયાનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપલબ્‍ધ વ્‍યવસ્‍થાઓની સમીક્ષા કરી હતી. તેમણે સ્‍ટેશન પરિસરમાં સ્‍વચ્‍છતા અને સુરક્ષાના ધોરણો જાળવી રાખવા, મુસાફરોની સુવિધાઓને વધુ સુદ્રઢ કરવા તેમજ રેલવે ઓપરેશનને વધુ અસરકારક અને સુચારુ બનાવવા પર વિશેષ ભાર મૂકયો હતો.

આ નિરીક્ષણ દરમિયાન મહા-બંધકની સાથે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીના સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ રેલવે અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:22 AM IST)