News of Friday, 26th June 2026
ખાંભાના ચતુરીમાં બાળકના પરિવારને સહાય મળશેઃ સિંહના હુમલા રોકવા પગલા લેવાશેઃ અર્જુનભાઇ મોઢવાડિયા
વન અને પર્યાવરણ મંત્રીએ મૃતક બાળકના પરિવારજનોને સાંત્વના આપીઃ ‘અકિલા' સાથે વાતચીત

રાજકોટ તા.૨૬: અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં બાળક ઉપર સિંહણે હૂમલો કરતા માસુમ બાળકનું મોત થયુ છે. આજે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ ચતુરી ગામની મુલાકાત લઇને મૃતક બાળકના પરિવારને સાંત્વના પાઠવી હતી.
અર્જુનભાઇ મોઢવાડિયાએ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, સિંહણના હુમલાથી બાળકનું મોત થયુ તે દુઃખદ ઘટનાથી ખુબજ આઘાત લાગ્યો છે. મૃતક બાળકના પરિવારને રાજય સરકાર દ્વારા નિયમ મુજબ સહાય મળશે તેમજ આવા હુમલા અટકે તે માટે વધુ પગલા લેવાશે.
આજે ચતુરી ગામના મૃતક બાળકના પરિવારજનો સાથે મુલાકાત દરમ્યાન અર્જુનભાઇ મોઢવાડીયા સાથે ધારાસભ્ય જે.વી. કાકડીયા, પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઇ ડેર સહિતના ઉપસ્થિત રહયા હતા.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલી જિલ્લામાં વધી રહેલાવન્ય પ્રાણીઓને કારણે અવાર-નવાર માનવીઓ ઉપર હુમલાનાંબનાવો વધી રહ્યાં છે અને તેમાં આ હુમલાની ચરમસીમા જેવા એક બનાવમાં ગત રાત્રીનાં ખાંભાનાં ચતુરી ગામે રાત્રે દાદા સાથે દુધ દેવા જઈ રહેલા પાંચ વર્ષનાં બાળક જીયાન દેવકુભાઇ સીધા તેના દાદાની આંગળી પકડી ચાલી રહ્યો હતો ત્યારે અચાનક અંધારામાંથી આવેલી સિંહણે હુમલો કર્યો હતો અને દાદાનાં હાથમાંથી બાળકને ખેંચી જંગલ તરફ ભાગી જતા બાળકની ચીસ અને દાદાનાં દેકારાથી ચતુરી ગામ ધ્રુજી ઉઠ્યું હતું. તાત્કાલીક હાથ આવ્યા તેવા હથિયારો લઇ અને ગ્રામજનો દોડયાં હતાં અને એક કિલોમીટર દુર શોધખોળનાં અંતે બાળકનો મળતદેહ મળ્યો હતો. પળભરમાં હસતો રમતો જીયાન નિષ્પ્રાણ હાથમાં લાગતા પરિવાર અને ગ્રામજનો ઉપર આભ તુટી પડયું હતું. આઘટનાને પગલે ભારે રોષ સાથે આક્રોશ છવાયો છે. આ ઘટનાને પગલે સ્થળ ઉપર દોડી આવેલ વનતંત્ર દ્વારા નવ કલાકની જહેમત બાદ પાંચ સિંહોને પાંજરે પુરવામાં આવ્યાં છે અને એક સિંહની ઉલટીમાં આ બાળકનાં અવશેષો મળ્યાં હતાં. વનતંત્રનાંજણાવ્યા અનુસાર બાળકનાં અવશેષોનેતપાસ માટે મોકલવામાંઆવ્યાં છે અને અન્ય પકડેલ સિંહોનાં પણ સેમ્પલો લઇ તપાસ માટે મોકલાશે તેમ વનતંત્રએ જણાવ્યું હતું. બીજીતરફ ગ્રામજનોએ ગામમાં કાયમી ફં ટગાર્ડ અને ઓફિસરની માંગ કરી છે.આ ભયાનકઘટના બાદ વનતંત્રએ અંધારામાં એકલા બહાર ન નિકળવા અને હાથમાં લાકડી અને ટોર્ચ જેવી સેફ્ટી રાખવા અપીલ કરીછે. તા. ૨૬ મેથી ૨૪ જુન સુધીમાં વન્ય પ્રાણીઓથી માનવીઓનાં મોતની આ છઠ્ઠી ઘટના છે. જેમાંજાફરાબાદનાં ભાકોદરમાં, કુંડલાનાં જુનાસાવરમાં, રાજુલાનાં કોવાયામાં, બગસરામાં ઘંટીયાણમાં, મહુવાનાં ગઢડા અને ખાંભાનાં ચતુરીનો સમાવેશ થાય છે.
કાલથી વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ
આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં રિવાજ પ્રમાણે નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે આ વ્રત જેઠ મહિનામાં રહેવામાં આવે છે, જ્યારે સૌરાષ્ટ્ર સિવાય બીજા પ્રદેશોમાં વૈશાખ મહિનામાં બહેનો વ્રત રહે છે.
તા.૨૭ જૂન આ વર્ષે જેઠ શુદ તેરસના શનીવારના દિવસથી વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થશે, આ વ્રત ત્રણ દિવસનું હોય છે, પરંતુ મોટાભાગના બહેનો છેલ્લો દિવસ એક દિવસ રહેતા હોય છે વટ સાવિત્રી વ્રત સોમવારે પૂનમના દિવસે પૂરું થશે આથી ઘણા ખરા બહેનો સોમવારે પૂનમના દિવસે એક દિવસ વ્રત રહેશે.
ઘરમાં સુખ શાંતિ આપનાર તથા પતિને દીર્ઘાયુ આપનાર વ્રત વટસાવિત્રી વ્રતની પૂજન વિધિઃ- આખો દિવસ ઉપવાસ કરવા, સવારના સમયે નિત્ય કર્મ કરી અને ત્યારબાદ સૌપ્રથમ વડના ઝાડ નીચ સામે ઉભા રહી હાથમાં જળ રાખી સંકલ્પ કરવો કે મારા પતિને દીર્ઘ આયુષ્ય મળે તથા ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય ત્યારબાદ વડના ઝાડનું પૂજન કરવું ચાંદલો કરવો ચોખા ચડાવવા અબીલ, કંકુ, ચોખા, ફૂલ અગરબત્તીનો ધૂપ આપવો અને ફળ વડે વડનું પૂજન કરવું, વડને પાણી પાવું. સુતર લઈને વડની પ્રદક્ષિણા કરી, પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી. અને સાથે પ્રાર્થના કરવી કે અમારા ઘરમાં કુટુંબમાં સુખ-શાંતિ રહે અને મારા પતિનું આયુષ્ય દીર્ઘ અને નિર્વિઘ્ને રહે તેવા આશીર્વાદ આપશો જી. આ દિવસે ભગવાનના કીર્તન કરવું પૂજન કરવું તથા વડ સાવિત્રી વ્રતની કથા સાંભળવી (શાષાી રાજદીપ જોશી વેદાંત રત્ન મો. ૯૯૨૫૬ ૧૧૯૭૭)
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
