<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

જામકંડોરણાનાં સાતોદડ ગામે હાઈવેની ખેતી જમીન સંપાદન વળતર મામલે ખેડૂતનો આત્‍મવિલોપનનો પ્રયાસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૯: જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે જામનગર જૂનાગઢને જોડતા હાઈવે રોડનાં બાયપાસ રોડની કામગીરીમાં ખેડૂતની જમીન સંપાદન થતાં વળતર મામલે સાતોદડ ગામનાં ખેડૂત રાજેન્‍દ્રસિંહ એ વળતર મામલે અન્‍યાય થયો હોવાથી આંદોલન કરીને આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતે તંત્ર વાહકોને ખેડૂતોની વળતરની માગણી મામલે રજૂઆત કરાઈ હતી આત્‍મવિલોપનની ચિમકીનાં પગલે મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ સાતોદડ ગામે ગયા હતા.

સાતોદડ ગામે ખેતી જમીન સંપાદન વળતર મામલે ખેડૂતે પોતાના પર પેટ્રોલ જેવૂ પ્રવાહી છાંટીને આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તંત્ર વાહકો દ્વારા ખેડૂતને સમજાવટ કરી હતી.

જામકંડોરણા તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક સાધતાં નાયબ મામલતદાર હરેશભાઈ ગોહેલે જણાવ્‍યું હતું. સાતોદડ ગામે હાઈવે બાયપાસ રોડ રસ્‍તાની કામગીરીમાં જમીન સંપાદન વળતર મામલે ખેડૂતે આત્‍મવિલોપન ચિમકી આપતાં સાતોદડ ગામે દોડી જઇને ખેડૂતને સમજાવટ કરાઈ હતી.

જામકંડોરણા તાલુકાનાં સાતોદડ ગામે હાઈવે બાયપાસ રોડ રસ્‍તાની જમીન સંપાદન વળતર મામલે ખેડૂત દ્વારા આત્‍મવિલોપનની ચિમકી આપી હતી. તે મામલે જામકંડોરણા તાલુકા પોલીસ, મામલતદાર, માગ મકાન વિભાગ સહિતના તંત્ર વાહકો સાતોદડ ગામે દોડી જઇને ખેડૂતને સમજાવટ કરાઇ હતી.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ સાતોદડ ગામે હાઈવે બાયપાસ વળતર મામલે ખેડૂત રાજેન્‍દ્રસિંહ એ પોતાની માગણી મામલે આત્‍મવિલોપનની ચિમકી આપીને પોતાના શરીર પર ડિઝલ જેવૂ પ્રવાહી છાંટીને આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

ખેડૂતની તબીયત લથડતા સારવાર માટે તંત્ર વાહકો દ્વારા સરકારી હોસ્‍પિટલ ખાતે સારવારમાં ખસેડાયેલ છે. 

(1:16 PM IST)