<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

સાંજે ગોપાલજીનો વરઘોડોઃ રાત્રે મંદિર પરિસરમાં તુલસીવિવાહ

દ્વારકાઃ દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના મંદિરોના પૂજારી વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્‍યાયના જણાવ્‍યાનુસાર શનિવારે સાંજે ૬:૦૦ વાગ્‍યે મંદિર પરિસરમાંના રાણીવાસમાં આવેલ ગોપાલજી સ્‍વરૂપનો ભવ્‍ય વરઘોડો વાજતે ગાજતે નિકળશે જે શહેરના રાજમાર્ગો પર ફરી પુનઃ રાણીવાસમાં પધારશે. રાત્રિના રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્‍ય લગ્નોત્‍સવ યોજાશે. જગતમંદિર પૂજારીના જણાવ્‍યા મુજબ સાંજે ગૌધુલીક સમયે નિજમંદિરમાં ઠાકોરજીના બાલસ્‍વરૂપનું શાષાોકત વિધિ અને મંત્રોચ્‍ચાર સાથે તુલસીજી સાથે લગ્નોત્‍સવ યોજાશે. આ પ્રસંગનો લ્‍હાવો લેવા સમગ્ર દ્વારકાવાસીઓ તથા ભકતજનોને પૂજારી પરિવાર તરફથી ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

વિશેષ વિષ્‍ણુપૂજા

પ્રણવભાઈ પૂજારીના જણાવ્‍યાનુસાર શ્રીજી ભગવાનના તુલસીમાતા સાથેના વિવાહના કારતક સુદ અગિયારસના યોજ યોજવામાં આવે છે. કારતક સુદ નૌમથી તુલસીવાસનું વ્રત કરનાર બારસના દિવસે પારણા કરે છે. આ દિવસે ભગવાન વિષ્‍ણુના દરેક સ્‍વરૂપની ષોડશોપચાર પૂજા કરી શંખ, ઘંટ અને મળદંગના નાદ સાથે મંત્ર પુષ્‍પાંજલિ અર્પણ કરાય છે. તુલસીમાતાને સૌભાગ્‍યવતીનો શણગાર કરી શાલીગ્રામની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે.(તસ્‍વીરઃ દિપેશ સામાણી- દ્વારકા)

(11:50 AM IST)