News of Thursday, 23rd July 2026
જામનગરના જશાપરમાં ખેડૂત આંદોલનના મંડાણઃ વિજ થાંભલાનો વિરોધ
૨૮મી સુધી ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં સૌ ખેડૂતો જોડાશેઃ ત્યારબાદ કાલાવડ મામલતદારને આવેદન પાઠવાશેઃ નાની દિકરીઓ દ્વારા કુમકુમ તિલક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: જિલ્લામાં કાલાવડ તાલુકાના જશાપર ગામે ખેડૂત સત્યાગ્રહ છાવણીની શરૂઆત કરવામાં આવી છે.
આ કાર્યક્રમની શરૂઆત ગામની નાની નાની દીકરીઓ દ્વારા દીપ પ્રાગટય કરી સમિતિના આગેવાનોને તિલક કરી કરવામાં આવી હતી.
સરકાર દ્વારા ખેડૂતના ખેતરમાં નાખવામાં આવતા વીજ લાઇનોના થાંભલાના વિરોધમાં અને થાંભલાનું પુરૂ વળતર મળે તે બાબતે આ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.
આ આંદોલન સંપૂર્ણ રીતે બીન રાજકીય આંદોલન છે. તેવુ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ આંદોલન તા.૨૩/૭/૨૦૨૬ થી ૨૮/૭/૨૦૨૬ સુધી ચાલશે. ત્યાર બાદ ૨૮/૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે જશાપર ગામના ખેડૂતો દ્વારા કાલાવડ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે.
ખેડૂત આંદોલન સમીતીના આગેવાન રમણીકભાઈ તથા ધનસુખભાઈ દ્વારા કાલાવડ તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ તથા બહેનોને આ છાવણીમાં હક માટે લડતમાં જોડાવવા આહવાન કરાયું છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
