News of Saturday, 11th July 2026
બાબરા તાલુકાના ગળકોટડી ગામે ભારે વરસાદથી ખેડૂતોને નૂકસાન
પવનચક્કીના પોલની વાડ દૂર કરવાની ખેડૂતોની માંગ

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા. ૧૧: બાબરા તાલુકાના ગળકોટડી ગામમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને ભારે નુકસાની પહોંચી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પવનચક્કીના વીજ પોલની આસપાસ બનાવવામાં આવેલી વાડના કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો છે, જેના પરિણામે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આ ગંભીર સમસ્યાને લઈને સરપંચ વાસુરભાઈ ચોહાણના નેતળત્વમાં ખેડૂતોના પ્રતિનિધિમંડળે બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી પવનચક્કીના વીજ પોલની વાડ દૂર કરવાની માંગ કરી હતી.
ખેડૂતોએ આ અંગે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, લાઠી પાંત અધિકારી તેમજ બાબરા તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરી વહેલી તકે સ્થળ પર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર વાડ દૂર કરીને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો પાકને વધુ નુકસાન થશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
