તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 24th June 2026
પોરબંદરના બોખીરામાં ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે 2 મહિલાઓ કચડાઈ :એકનું કરૂણમોત :એક ગંભીર
બોખીરામાં ટ્રક અને ટુ-વ્હીલર સાથે ટક્કરાતા અકસ્માત : ભોગ બનેલી બંને મહિલાઓ સરકારી શિક્ષક હોવાની પ્રાથમિક માહિતી

પોરબંદરમાંથી ફરી એક વખત અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પોરબંદરના બોખીરમાં ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટ્રકની અડફેટે આવતા 2 મહિલાઓ કચડાઈ છે. અકસ્માતમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક મહિલા હોસ્પિટલમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
ઉલ્લેખનીય છે કે બોખીરામાં ટ્રક અને ટુ-વ્હીલર સાથે ટક્કરાતા દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માકનો ભોગ બનેલી બંને મહિલાઓ સરકારી શિક્ષક હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલી બંને મહિલાઓ સરકારી શિક્ષક કોઈ કામ અર્થે જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.
મહત્વનું છે કે અકસ્માત સર્જાતા સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ અને તંત્ર ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે સરાકરી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેમાંથી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે અન્ય મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
