<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ગીર ગઢડાના હરમડીયા નજીક નદી કિનારે બાળક પર મગરનો જીવલેણ હુમલો

ફાફણી ગામનો 12 વર્ષીય બાળક પોતાના પરિવાર સાથે હરમડીયા ખાતે આંબાના બગીચામાં મજૂરી કામ અર્થે આવ્યો હતો: પિતા સાથે નદી કિનારે પગ ધોવા જતાં પાણીમાંથી અચાનક ધસી આવેલા મગરે તેના પર હુમલો કર્યો

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામ નજીક મગરના હુમલાની એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ફાફણી ગામનો 12 વર્ષીય બાળક વિવાન સોલંકી પોતાના પરિવાર સાથે હરમડીયા ખાતે આંબાના બગીચામાં મજૂરી કામ અર્થે આવ્યો હતો, તે દરમિયાન પિતા સાથે નદી કિનારે પગ ધોવા જતાં પાણીમાંથી અચાનક ધસી આવેલા મગરે તેના પર હુમલો કર્યો હતો અને બાળકને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. 

ઘટનાની જાણ થતાં જ હરમડીયા પોલીસ, વન વિભાગ અને 108ની ટીમ કાફલા સાથે સ્થળ પર દોડી ગઈ છે અને બાળકને શોધવા માટે વ્યાપક બચાવ કામગીરી હાથ ધરી છે, જ્યારે સ્થાનિક ગ્રામજનોમાં મગરના વધતા આતંક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નદી કિનારે તાકીદે સુરક્ષા રેલિંગ કે પાકા બેરિકેટિંગ બનાવવાની માંગ ઉઠી છે.

(12:07 AM IST)