<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

હારી જઈશ તો અમેરિકા છોડી વેનેઝુએલા ચાલ્યો જઈશ, ડોનાલ્ડ ટ્રમ્પનો વિસ્ફોટ: અમેરિકામાંથી મોટા પાયે દેશ નિકાલ કરાવીશ અને આયર્ન ડિફેન્સ સિસ્ટમ્સ દેશના રક્ષણ માટે ગોઠવીશ: ન્યુઝફર્સ્ટ : ડોનાલ્ડ ટ્રમ્પે, જો પોતે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવશે તો, અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટાપાયે (ગેરકાયદે ઘુસેલા) લોકોને હાંકી કાઢવા - દેશનિકાલનું વચન આપ્યું છે અને કહયું છે કે તેઓ દેશને વિદેશી જોખમોથી બચાવવા માટે "આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ્સ" બનાવવા માંગે છે. : સાથે જ એક ખળભળાટ મચાવતા નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પ એમ પણ કહે છે કે જો ચૂંટણી હારી જશે તો પોતે વેનેઝુએલા ભાગી જશે: નવેમ્બરમાં તેઓ કમલા હેરીસ સામે પ્રતિષ્ઠાનો જંગ ખેલી રહ્યા છે: ન્યુઝ ફર્સ્ટ11:36 AM IST

*શેખ હસીનાના ભારતમાં રોકાણથી બંને દેશોના સંબંધોને કોઈ અસર થશે નહીં: વચગાળાની સરકારે હિન્દુ સમાજની માફી માગી: અવામી પાર્ટી ઉપર પ્રતિબંધ નહીં મુકાય તેવી ખાત્રી આપી* બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું છે કે શેખ હસીનાનું ભારતમાં રોકાણ, બંને દેશો વચ્ચેના સંબંધોને કોઈ અસર કરશે નહીં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટ્વીટ પછી બાંગ્લાદેશની વચગાળાની સરકારે બાંગ્લાદેશના હિન્દુ સમાજની માફી માગી છે. વચગાળાની સરકારના વડાપ્રધાન હિન્દુ નેતાઓ, સંસ્થાઓના વડાઓને મળવાના છે. વચગાળાની સરકારે કહ્યું છે કે તેઓ શેખ હસીનાના અવામી લીગ પાર્ટી ઉપર પ્રતિબંધ મૂકશે નહીં, આ પક્ષે બાંગ્લાદેશ માટે ઘણો ભોગ આપ્યો છે.10:48 AM IST

સાતમ-આઠમ આવીઃ સહેલાણીઓ ફરવા નિકળી પડશે : દેશ-વિદેશના ડેસ્‍ટીનેશન્‍સને માણવા લોકો આતુર : ફોરેન ડેસ્‍ટીનેશન્‍સમાં દુબઇ, બાલી (ઇન્‍ડોનેશીયા) અને વિયેટનામ ‘હોટકેક' બની રહ્યા છેઃ બાકુ-અલ્‍માટી નવી જગ્‍યાઓ : સિંગાપુર, મલેશીયા, ક્રુઝ, ફુકેટ, ક્રાબી,બેંગકોક, પટ્ટાયા પણ વિથ ફેમિલી પસંદગી પામી રહ્યા છેઃ યુરોપ ફલાય કરવા પણ સહેલાણીઓનો ક્રેઝ : રાજકોટની બાજુમાં આવેલ પ્રભુ ફાર્મ એન્‍ડ રીસોર્ટ ખાતે પણ જન્‍માષ્‍ટમીની રજાઓ માણી શકાય છે : ટ્રાવેલ માર્કેટમાં વિવિધ રેઇટસના પેકેજ ઉપલબ્‍ધઃ ગત વર્ષના પ્રમાણમાં હજુ ઓછા બુકીંગઃ બ્‍લોક બુકીંગ કરાવનાર એજન્‍ટસ પાસે હજુ પણ ઘણી ટીકીટો પડી હોવાના સમાચારઃ આકર્ષક ભાવની ઓફર : સિંગાપુર, મલેશીયા, ક્રુઝ, ફુકેટ, ક્રાબી,બેંગકોક, પટ્ટાયા પણ વિથ ફેમિલી પસંદગી પામી રહ્યા છેઃ યુરોપ ફલાય કરવા પણ સહેલાણીઓનો ક્રેઝ : ધડાધડ ઓનલાઇન બુકીંગ સાથે લોકો ડીસ્‍કાઉન્‍ટની ઓફરનો પણ લાભ લઇ રહ્યા છેઃ ડાયરેકટ ઓનલાઇન બુકીંગ સંદર્ભે ફ્રોડથી સાવધાની જરૂરી : ગોવા, મહાબળેશ્વર, કુંબલગઢ, ઉદયપુર, આબુ, નાથદ્વારા, જોધપુર, જેસલમેર, લોનાવાલા, ઇમેજીકા, બેંગ્‍લોર, મૈસુર, ઉંટી, કુર્ગ, કોચીન, મુન્‍નાર, ઠેકડી, કોવાલમ, સિમલા, મનાલી, લહે-લદાખ, ડેલહાઉસી, કચ્‍છ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા, દિવ, જૂનાગઢ,સાસણ, વીરપુર, ખોડલધામ, પંચમઢી, મઢઇ, કાન્‍હા, ભેડાઘાટ, લવાસા સહિતના સ્‍થળોએ જવા માટે ફરવાના શોખીનો ઉતાવળા 12:04 PM IST