News of Friday, 27th November 2026
કોટડાસાંગાણીમાં માસુમ પુત્રની હત્યાની કોશિષ કરનાર પિતા રણજીત પરમારની ધરપકડ
પત્ની સાથેના ઝઘડાનો ખાર રાખી પુત્રને ઉંબરા સાથે ભટકાડી મારી નાખવાનો પ્રયાસ કર્યોતો

રાજકોટ, તા. ર૭: કોટડાસાંગાણીમાં પત્ની સાથેના ઝઘડાનો ખાર રાખી માસુમ પુત્રની હત્યાની કોશિષ કરનાર પિતાને પોલીસે ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ ફરીયાદી કાજલબેન વા/ઓ રણજીતભાઇ પરમાર તથા આરોપી રણજીત ઉર્ફે ટીનો હસમુખભાઇ પરમાર બન્ને પતિ-પત્નિ થતા હોય અને ફરીયાદી ઉપર આરોપી શંકા-વહેમ કરી અવાર-નવાર શારીરીક તથા માનસીક ત્રાસ આપતા ફરીયાદી બાળકોને મુકી પોતાના માતા-પિતાના ઘરે રીસામણે જતા રહેલ હોય અને બાદ ફરીયાદીને પોતાનો દિકરાની તબીયત સારી ન હોય તેમ જાણવા મળતા કોટડાસાંગાણી પોતાના ઘરે આવતા આરોપી જોઈ જતા એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને કહેલ કે તારે અહીયા આવવુ નહી તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે મારે મારા દિકરા રાજને મળવું છે તેમ કહેતા આરોપી ફરીયાદી સાથે જપા-જપી કરી લાકડી વડે માર મારી શરીરે મુંઢ ઈજા કરી નાસી ગયેલ હોય ત્યારે ફરીયાદીની દિકરી જયોતીએ ફરીયાદીને વાત કરેલ કે પપ્પા એમ કહેતા હતા કે તારી માએ અને તે ઉપાડો લીધો છે આજે તો તેને પતાવી દેવો છે તેમ કહી આરોપીએ રાજને પાટો બાંધેલ હાથ પકડીને મારી નાખવાના ઈરાદે ઉબરા સાથે ભટકાડી માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા કરી નાસી ગયો હતો.
આ બનાવની ફરીયાદ થયા બાદ કોટડાસાંગાણી પોલીસે નાસી છુટેલ આરોપી રણજીત ઉર્ફે ટીનો હસમુખભાઇ પરમાર રહે.કોટડાસાંગાણી સરકારી દવાખાના પાછળની ધરપકડ કરી હતી. પકડાયેલ રણજીત સામે પોકસ અને પ્રોહીબીશનના અગાઉ ૧૧ ગુન્હાઓ નોંધાયો છે.આ કાર્યવાહી કોટડાસાંગાણી પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.આર. ગોહીલ, પો. હેડ કોન્સ રવિરાજસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ સવુભા ઝાલા તથા પો.કોન્સ. હિંમતસિંહ પાલ દ્વારા કરવામાં આવેલ છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
