News of Tuesday, 28th July 2026
સંત શ્રી અક્કલ સાહેબની જગ્યા પર કાલે ગુરૂપૂર્ણિમાં મહોત્સવ

રાજકોટ, તા.૨૮: સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ખાતે સંતશ્રી અક્કલ સાહેબની જગ્યા ઉપર ધામધૂમથી ગુરૂ પૂર્ણિમાં મહોત્સવ ઉજવાશે. કાલે સવારે ૮ વાગ્યે સદગુરૂદેવની સમાધિપૂજન, સવારે ૯થી૧૨ સંતવાણી,જેમાં હિતેશ સાધૂ અને સાજીદાઓ જમાવટ કરશે, બપોરે ૧૨ વા્ગ્યે ભોજન પ્રસાદ થશે, આ મંગલમય ગુરૂ પૂર્ણિમાં મહોત્સવના પાવન પ્રસંગે ધર્મપ્રેમી ભાઇ-બહેનોને પધારી ધર્મલાભ લેવા લઘુમહંત શ્રી ધર્માનંદ બાપુએ આમંત્રણ પાઠવ્યું છે. કાર્યક્રમ અંગે શ્રી નિત્યાનંદબાપુ પરીવાર માર્ગદર્શન આપી રહયા છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
