News of Friday, 23rd October 2026
આખરે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સોલડી ગામે બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ રદ થતા 22 ગામોના લોકોમાં ખુશીનો માહોલ
સ્થાનિકોના ઉગ્ર વિરોધ અને ૬ દિવસના આમરણાંત ઉપવાસ બાદ આ પ્રોજેક્ટ સ્થગિત કરવાની ખાતરી: ગ્રામજનો અને સરપંચોએ આત્મવિલોપનની ચીમકી આપ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે વિવાદાસ્પદ દેવયોગી હેલ્થકેર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામેની લડાઈમાં ખેડૂતોની જીત થઈ છે. સ્થાનિકોના ઉગ્ર વિરોધ અને ૬ દિવસના આમરણાંત ઉપવાસ બાદ આ પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત કરવાની ખાતરી આપવામાં આવી છે. આ પ્લાન્ટના કારણે ૨૨થી વધુ ગામોની જમીન બંજર થવાની અને વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પર જોખમ તોળાઈ રહ્યું હતું. ગ્રામજનો અને સરપંચોએ આત્મવિલોપનની ચીમકી આપ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. છ દિવસથી અનશન પર ઉતરેલા ૧૪ લોકોના સમર્થનમાં સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી સ્થળ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા બાદ કલેક્ટરને પ્રોજેક્ટની કામગીરી ન કરવા સ્પષ્ટ આદેશ અપાયા છે. તંત્ર દ્વારા પ્લાન્ટ અન્યત્ર ખસેડવાની ખાતરી અપાતા જ અનશનકારીઓએ પારણાં કર્યા હતા.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
