News of Thursday, 1st October 2026
છેલ્લે... છેલ્લે... સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ : કયાંક ફાયદો કયાંક નુકશાન
ચોમાસાના વિદાય સમયે તાલાલા, કાલાવડ, અમરેલી, જુનાગઢ પંથકમાં હળવો ભારે વરસ્યો

રાજકોટ, તા. ૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. તેવા સમયે હળવો ભારે વરસાદ પડતા કયાંક નુકશાન તો કયાંક ફાયદો થયો છે.
સૌરાષ્ટ્રમાં ચોમાસાની વિદાય વેળાએ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. બુધવારે બપોર બાદ જૂનાગઢ, અમરેલી અને આસપાસના અનેક પંથકોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે વરસાદ રાહતરૂપ બન્યો છે. આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની નજર આકાશ તરફ મંડાયેલી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર તરફથી મળેલ માહિતી મુજબ લઘુતમ તાપમાન રપ, મહતમ ૩ર.પ, ભેજ ૮૯ ટકા પવનની ઝડપ ૩.૯ કિ.મી. રહી હતી. અને કાલાવડમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતોx
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
