News of Wednesday, 16th September 2026
પોરબંદરની સોની બજારમાં શોર્ટ સર્કીટથી દુકાનમાં આગ : અંદાજે લાખોનું નુકશાન
ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની તાત્કાલીક કામગીરીથી જાનહાની ટળી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૬ : સોની બજારમાં દુકાનમાં શોર્ટ સર્કીટથી દુકાનમાં આગ લાગતા અંદાજે લાખોનું નુકશાન થયું હોવાની સંભાવના છે.
આગના બનાવની જાણ થતા ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ તાત્કાલીક દોડી આવીને આગ બુઝાવતા આગ આગળ વધતી અટકી હતી અને જાનહાની ટળી હતી.
મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા આગ તથા આકસ્મિક સંજોગોમાં લોકોના -ાણ બચાવવા, નુકસાન ઓછું થાય તે માટે તથા શહેરમાં સુરક્ષાનું સુરક્ષિત વાતાવરણ જળવાય તે દિશામાં સતત કામગીરી કરવામાં આવતા સોની બજારમાં દુકાનમાં ભભુકેલી આગથી જાનહાની ટળી હતી.
સોની બજાર ખાતે પારૂલ જ્વેલર્સ નામની દુકાનમાં શોર્ટ સર્કિટ ને કારણે ઇન્વર્ટરમાં અચાનક આગ લાગવાથી સમગ્ર દુકાનમાં ફેલાઈ ગયેલ હતી, જે અંગેનો કોલ આવતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. દુકાન ખૂબ સાંકળી હોવાથી અને અંદર ખૂબ ધુમાડો હોવાથી અંદર જવું શકય ન બનતા બહારની બાજુથી ૨ ફાયર વાહનો મારફત આગ પર ૩ કલાકની જહેમત બાદ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. (
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
