તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 1st June 2026
થાનગઢ પંથકમાં ગોળીબાર
પશુપાલક શખ્સને ઇજા : અજાણ્યા શખ્સની પોલીસ દ્વારા ઓળખ માટે તપાસ શરૂ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧: થાનગઢ તાલુકાના રૂપાવટી રોડ પર આવેલ વીર કુટિયા આશ્રમ પાસે એક પશુપાલક પર અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ફરિયાદના આધારે થાનગઢ પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ, રૂપાવટી ગામના રહેવાસી રાજુભાઈ પુનાભાઈ પરમાર ૨૫ મેની રાત્રે દૂધ ભરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આશરે ૧૦ વાગ્યે વીર કુટિયા આશ્રમ નજીક ભડાકાનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ તેમને જમણા પગ, કમર અને પીઠના ભાગે ઇજા થયાની જાણ થઈ હતી. ફરિયાદીએ શંકા વ્યક્ત કરી છે કે પાછળથી આવતાં એક અજાણ્યા મોટર સાયકલ સવારે તેમના પર ફાયરિંગ કર્યું હતું. ઇજાગ્રસ્તને પ્રથમ થાનગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાદમાં રાજકોટની હોસ્પિટલમાં વધુ સારવાર દરમિયાન શરીરમાંથી છરા જેવા ધાતુના ટુકડાઓ ઓપરેશન દ્વારા કાઢવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે થાનગઢ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ ૧૦૯(૧), આર્મ્સ એક્ટની સંબંધિત કલમો તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ હાલમાં હુમલાખોરની ઓળખ અને ઘટનાનું કારણ જાણવા તપાસ કરી રહી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
