News of Tuesday, 3rd November 2026
પોરબંદરના દરિયામાં બોટમાંથી પડી ગયેલ માછીમાર ગુમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩: દરિયામાં ફિશીંગ કરતી વખતે વલસાડનો માછીમાર કિરણભાઈ કાંતિભાઈ નામનો ૪૮ વર્ષનો યુવાન અકસ્માતે બોટમાંથી પડી જતાં ગુમ થઈ ગયો હતો.
આ બનાવની નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં જાણ બીપીનભાઈ જાખભાઈ ટંડેલે કરી હતી.
ગુમ થયેલ માછીમાર કન્યાકુમારી નામની બોટમાંથી પડી ગયો હતો. અને દરિયામાં ગુમ થઈ ગયેલ. નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.એન. ભૂવા આ બનાવની તપાસ ચલાવે છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
