<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

જૂનાગઢ આવી રહેતા પાંચ શખ્‍સો કારમાં સવા પાંચ લાખના દારૂ સાથે ઝડપાયા

જૂનાગઢ, તા.૧૪: હકિકત મળેલ કે, ‘એક સફેદ કલરની ફોર્ચ્‍યુનર કાર રજી. નં.જીજે-૦૧-આરએસ-૮૦૭૧ માં અમુક ઇસમો બહારના રાજય માંથી દારૂનો જથ્‍થો ભરીને સાબલપુર ચોકડી થી મજેવડી ગેઇટ જૂનાગઢ તરફ આવવાનાં છે. જે  વોચમાં રહેતાં ઉપરોક્‍ત હકિકતવાળી કાર જોવામાં આવતાં જૂનાગઢ, સક્કરબાગ પાસે, રામદેવપરાના નાકા પાસે કોર્ડન કરી કારને રોકાવી જોતાં કારમાં ડ્રાઈવર સહિત કુલ-૦૫ ઈસમો સાથે કાર માંથી  વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની બોટલો મળી આવતા તમામ મુદ્દામાલ કબ્‍જે કરી.

(૧) ઉવેશ ઇસ્‍માઇલભાઇ સઇદભાઇ તા.જિ.જૂનાગઢ. (૨) ભભુતારામ પદમારામ હિરારામ ભાદુ, ઉં.વ.૨૭,  (૩) રમેશકુમાર મોહનલાલ ભીયારામ ડુડી, ઉ.વ.૨૫, રહે.ગામ-કબુલી, જાંબોજીના મંદિર પાસે, તા. ધોરીમના જી.બાડમેર રાજસ્‍થાન. (૪) હનુમાન જગદીશકુમાર હિરારામ ભાદુ, ઉં.વ.૨૨, રહે.ગામ-બાછલા (ભેરૂડી), તા.સેડવા જી.બાડમેર(૫) દિનેશકુમાર નરીંગારામ વનારામ ભુખીયા, ઉં.વ.૧૯, રહે. ગામ-ગાંધવકલા, તા.ગુડામાલાની જી.બાડમેર ને ઝડપી લીધા  હતા. જોકે પકડવાનાં બાકી આરોપીઓઃ (૬) અવેશ આરીફભાઇ સોરઠીયા રહે.જૂનાગઢ, મેમણ કોલોની, (૭) નવાજખાન નાસીરખાન પઠાણ રહે.જૂનાગઢ, ઘાંચી પટ્ટ,  (૮) પ્રવીણકુમાર સદરામ હિરારામ ભાદુ રહે.બાછલા તા. સેડવા જાહેર થયા છે.

કબ્‍જે કરવામાં આવેલ મુદામાલઃ   બોટલ (ચપટા) મળી કુલ નંગ - ૩૨૧૬, કિ.રૂ.૫,૧૩,૨૧૬/- ફોર્ચ્‍યુનર કાર રજી.નં.જીજે-૦૧-આરએકસ-૮૦૭૧ વાળી નંગ - ૧, જે કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/-મોબાઈલ ફોન નંગ - ૦૬, કિં.રૂ.૧,૧૦,૦૦૦/- તથા અન્‍ય મુદ્દામાલ કિ.રૂ.૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂા.૨૧,૨૩,૨૧૬/ નો છે.

 સારી કામગીરી કરનારા પો.અધિકારી/પો.કર્મચારીઃક્રાઈમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સપેક્‍ટરબી.જી.ચેતરીયા તથા પો.સબ.ઇન્‍સ.ડી.પી. ભાટી, ડી.કે.પટેલ તથા એ.એસ.આઈ. યશપાલસિંહ જાડેજા, સામતભાઈ બારીયા, દેવેનભાઈ સિંધવ, જીજ્ઞેશભાઈ બકોત્રા તથા પેરોલ ફર્લો સ્‍કવોડના પોલીસ હેડ કોન્‍સ. રાજુભાઈ કટારા તથા અજયસિંહ ચુડાસમા, દિપકભાઈ બડવા, દિપકભાઈ ચૌહાણ, ભરતભાઈ સોલંકી તથા નેત્રમ શાખા જૂનાગઢનાં મહિલા પોલીસ કોન્‍સ. અંજનાબેન ચૌહાણ, ખુશ્‍બુબેન બાબરીયા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:16 PM IST)