News of Monday, 26th October 2026
મોરબીના આનંદનગરના મકાનમાં જુગાર રમતા પાંચ શખ્શો રોકડ સાથે ઝડપાયા.
કંડલા બાયપાસ પાપાજી ફન વર્લ્ડ પાછળ આવેલ આનંદનગરમાં રહેતા આરોપીના મકાનમાં દરોડો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના કંડલા બાયપાસ રોડ પર આનંદનગર સોસાયટીના મકાનમાં જુગાર ધામ પર રેડ કરી પોલીસે પાંચ શખ્શોને ઝડપી લીધા હતા સ્થળ પરથી રૂ ૩૬,૯૦૦ ની રોકડ જપ્ત કરવામાં આવી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કંડલા બાયપાસ પાપાજી ફન વર્લ્ડ પાછળ આવેલ આનંદનગરમાં રહેતા આરોપી પ્રફુલભાઈ ઉર્ફે ભુપતભાઈ વિજયશંકર પંડ્યા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમીને આધારે ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા પ્રફુલભાઈ ઉર્ફે ભુપતભાઈ વિજયશંકર પંડ્યા, ભરતસિંહ મદારસિંહ પરમાર, રફીકભાઈ હાસમભાઈ કાશમાણી, કલ્પેશભાઈ ધીરજલાલ બરાસરા અને કમલેશભાઈ ઉર્ફે મુનાભાઈ મોતીભાઈ મેવાડા (રહે બધા મોરબી વાળા ) ને ઝડપી લઈને રોકડ રૂ ૩૬,૯૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
