News of Monday, 8th June 2026
રાજ્યના પાંચ સિનિયર પોલીસ અધિકારીઓના બે દિ’ કચ્છના સરહદી ગામોમાં ધામા: ૧૦ ગામોમાં રાતવાસો કરી ગામલોકો સાથે કરશે સંવાદ
ડીજીપી તરીકે કાર્યભાર સાંભળ્યા બાદ જી.એસ. મલિકનો મહત્વપૂર્ણ નિર્ણય, કચ્છમાં ડીએસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને બીએસએફના ડીઆઈજી રહેલા જી.એસ. મલિકને ગુજરાતના સંવેદનશીલ સરહદી વિસ્તારનો બહોળો અનુભવ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ પૈકી કચ્છ, બનાસકાંઠા અને પાટણ એ ત્રણ જિલ્લાઓ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. આ ત્રણેય જિલ્લાઓ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ફરજ બજાવતા સિનિયર આઇપીએસ અધિકારીઓ સરહદી વિસ્તારથી વાકેફ થાય એ હેતુ સાથે ૬ સિનિયર આઇપીએસ અધિકારીઓ બે દિવસ કચ્છમાં રોકાણ કરશે. ૧૧ અને ૧૨ જૂન એમ બે દિવસ સરહદના ગામોમાં રાતવાસો કરી ગ્રામજનો સાથે સંવાદ કરશે. આ અધિકારીઓમાં કે.એન. ડામોર ભુજ તા.ના જુણા અને દેઢિયા ગામે, ડો. લીના પાટીલ ભુજતા.ના ઉધમો અને પટાગર ગામે, આર.ટી. સુસરા લખપત તા.ના પુનરાજપુર અને ગુનાઉ ગામે, સુધા પાંડે ભુજ તા.ના દિનારા અને ભીટારા ગામે જ્યારે અજયકુમાર ચૌધરી રાપર તા.ના શીરાની વાંઢ અને જાટાવાડા ગામમાં રહેશે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
