News of Friday, 1st May 2026
આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે ઉપલેટામાં શહીદોને શ્રદ્ધાંજલિ અને ધ્વજવંદન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટાઃ અસંગઠિત ક્ષેત્રના કામદાર સંગઠન સીટુ દ્વારા ધ્વજવંદન કામદાર આગેવાન દિલીપભાઈ વસરાએ કર્યું હતું મેદીનના શહીદો અમર રહો મજદૂર કિસાન એકતા જિંદાબાદના નારાઓથી રાજમાર્ગ ગજવવામાં આવ્યો. આ પ્રસંગે કિસાન સભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા મોટી કોર્પોરેટ મૂડીવાદી કંપનીઓના હિતમાં બનેલ નીતિઓના ભાગરૂપ ચાર નવા શ્રમ કાનૂન લાવીને કામદારોના હક અધિકાર ઉપર મોટી તરાપ મારી છે કામદારોનું આર્થિક અને માનસિક શારીરિક શોષણ કરવા કંપનીઓને કાયદાકીય છૂટ આપવામાં આવી છે બીજી બાજુ દેશના ખેડૂતોની ખેત પેદાશો ના પૂરતા ભાવ મળતા નથી ખેડૂતો ખેતપેદાશોની ટેકાના ભાવથી ખરીદી કરવા કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે તેવા સમયે વિદેશી ખેતપેદાશોને આ દેશમાં ટેક્સ ફ્રી થી આયાત કરવા મુક્ત વ્યાપાર સમજૂતીઓ કરી છે તેના પરિણામે ખેડૂતો ના ખેત પેદાશો ના ભાવ તળિયે બેસી ગયા છે ખેડૂતો કરજદાર બનતા જાય છે આજે ગુજરાત સ્થાપના નો દિવસ છે ત્યારે મહા ગુજરાત આંદોલન ના નેતળત્વ કારી ખેડૂત મજદુર આગેવાનો ઈન્દુલાલ યાજ્ઞિક નીરૂબેન પટેલ વજુભાઈ શુકલને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
