<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ગોંડલના ભરૂડી પાસે ટ્રકમાં પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી'તી!

ટ્રક, પાર્સલ અને દારૂ સહિત ૨૩.૧૪ લાખના મુદામાલ સાથે જુનાગઢના બે શખ્‍સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા

તસ્‍વીરમાં પકડાયેલ બન્ને શખ્‍સો અને ટ્રક નજરે પડે છે.

રાજકોટ તા.૨૮: ગોંડલના ભરૂડી પાસે ટ્રકમાં પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્‍સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પો.અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ- જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રૂરલ એલસીબીને ખાનગીરાહે હકીકત મળેલ છે કે રાજકોટ-જેતપુર હાઇવે રોડ ઉપર ટાટા ટ્રક રજીસ્‍ટ્રેશન નંબર જીજે-૧૪-એટી-૩૭૫૨ વાળામાં પાર્સલની આડમાં લાકડાના બોક્ષમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો ભરી વહન કરી જુનાગઢ તરફ જવા સારૂ પસાર થનાર છે જે હકીકત ના આધારે ટ્રક નીકળતા ટ્રક રોકી ચેક કરતા અલગ-અલગ વસ્‍તુઓના પાર્સલ તથા લાકડાના બોક્ષ મળી આવેલ જે લાકડાના બોક્ષમાં વિદેશી દારૂની ૯૧૨ બોટલ સાથે આરોપી (૧) દિલાવરભાઇ ઉર્ફે નુરો મહમદભાઇ ચોપડા રહે.જુનાગઢ સાબલપુર ગામ જુમાશા પીરની દરગાહ તથા (૨) ઇરફાનભાઇ કાસમભાઇ નારેજા  રહે.જુનાગઢ દોલતપરા માર્કેટ યાર્ડની બાજુમાં ઇગલ સીમન્‍ટ પાઇપની અંદરને ઝડપી લીધા હતા પોલીસે ઇંગ્‍લીશ દારૂની ૧૮૦ એમ.એલ.ની શીલપેક બોટલો નંગ-૯૧૨ કી.રૂ.૯૧,૨૦૦/-, ટાટા ટ્રક કી.રૂ.૫,૦૦,૦૦૦/-, મો.ફોન નંગ-૨ કી.રૂ.૧૦,૦૦૦/ તથા અન્‍ય પાર્સલ નંગ-૪૩૭ કી.રૂ.૧૭,૧૩,૫૩૭ મળી કુલ  કિ.રૂ.૨૩,૧૪,૭૩૭/- નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ જે.પી.રાવ તથા પીએસઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ આર.વી.ભીમાણી, પીએસઆઇ પી.એન.ભરવાડ તથા એએસઆઇ બાલકળષ્‍ણભાઇ ત્રિવેદી, એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા, એઅસઆઇ જયવિરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી તથા એચસી પ્રહલાદસિંહ રાઠોડ, એચસી ભગીરથસિંહ જાડેજા તથા એચસી ધર્મેન્‍દ્રભાઇ ચાવડા તથા પીસી વીજયભાઇ ખડીયા તથા પીસી ભાવેશભાઇ મકવાણા તથા પીસી વીજયભાઇ સીહાર સહિતનો સ્‍ટાફે કરી હતી.(

(1:14 PM IST)