<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

સાવરકુંડલાના વીજપડીમાં પૂર્વ સરપંચ યાકુબભાઈ રસભર્યા ‘આપ'માં જોડાયા

જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાવેશ લાડુમોર અને તાલુકા પંચાયતના ઉમેદવાર મુમતાઝબહેન પઠાણના સમર્થનમાં સર્વસમાજના આગેવાનો એકમંચ પરઃ કોંગ્રેસ પર અન્‍યાયનો આક્ષેપ

 (ઇકબાલ ગોરી દ્વારા) તા.૧૭:  સાવરકુંડલા તાલુકાના વીજપડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાવેશભાઈ લાડુમોર તેમજ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર મુમતાઝબહેન રસુલખાન પઠાણના સમર્થનમાં ધમાકેદાર જાહેર મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ મીટીંગમાં દરેક સમાજના વડીલો, આગેવાનો અને યુવાનો મોટી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા.

આદસગ સીટના ઉમેદવાર મનીષભાઈ શેલડીયા તેમજ દોલતી સીટના ઉમેદવાર યુવા આગેવાન નિર્મળ વાટલીયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

યાકુબભાઈ રસભર્યા કાર્યક્રમમાં વીજપડીના પૂર્વ સરપંચ તથા એડવોકેટ યાકુબભાઈ રસભર્યા વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું કે, ‘‘મારા સરપંચ કાળમાં મેં કોઈની ચા પણ પીધી હોય કે કોઈની પાસે પૈસાની માગણી કરી હોય તો બતાવો. મારા કાર્યકાળમાં વીજપડીના કોઈ પણ નાગરિકને વેરો આપવો જ પડશે તેવું કીધું હોય તેવો એક પણ દાખલો બતાવો. હું વીજપડી ગામ અને જનતાના હિત માટે લડું છું, તેમાં મારો કોઈ સ્‍વાર્થ હોતો નથી અને હશે પણ નહીં.''

 આહીર સમાજના આગેવાનો ભુપતભાઈ લાડુમોર, રાણાભાઈ હડીયા તેમજ અકબરભાઈ શેખ, દાદુભાઈ બેલીમ, આશીકભાઈ રસભર્યા, દાઉદભાઈ પોહાર, ભદાબાપુ ઠેબા સહિત દરેક સમાજના વડીલો અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

સફળ બનાવવા માટે AAPના જોઇન્‍ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી, મીડિયા સેલના આગેવાન સમીર ખોખર, રસુલખાન પઠાણ, રીજવાન મલેક, અયુબ રસુલખાન પઠાણ, અશરફ જાદવ સહિતના કાર્યકરોએ  જહેમત ઉઠાવી હતી.

(12:13 PM IST)