<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

મોરબીમાં એક સપ્તાહમાં આગની ચાર ઘટના, ફાયર સેફ્ટીમાં ખામી ધરાવતી ઈમારતોને નોટિસ.

અગ્નિશમન શાખાએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને સાધનોની તપાસ કરી, ફાયર સેફ્ટી પ્લાનની એક અરજી આર.એફ.ઓ. કચેરીએ મોકલાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં તા. 18થી 24 નવેમ્બર દરમિયાન ચાર સ્થળે આગ લાગવાની ઘટના બની હતી. ચારેય સ્થળે અગ્નિશમન શાખાના જવાનોએ કામગીરી કરી હતી. આ જ સમયગાળા દરમિયાન શાખાએ આગ નિવારણના ભાગરૂપે ઈમારતોનાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને તેમાં લગાવવામાં આવેલી ફાયર સેફ્ટી સિસ્ટમની તપાસ કરી હતી.
તપાસમાં ફાયર સેફ્ટી સંબંધિત ખામીઓ જણાઈ હોય તેવી ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી. સાથે જ આગથી બચાવ માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. આ દરમિયાન ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે મળેલી એક અરજી આગળની કાર્યવાહી માટે આર.એફ.ઓ. કચેરીને મોકલવામાં આવી હતી.
અગ્નિશમન શાખાના જણાવ્યા મુજબ, નાગરિકોને ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરવા, અગ્નિશામક સાધનોનો યોગ્ય ઉપયોગ સમજાવવા અને ઈમરજન્સીમાં તાત્કાલિક સંપર્ક કરવા અંગે જાગૃતિ લાવવાનો આ કામગીરીનો હેતુ છે.
આગ કે અન્ય ઈમરજન્સી વખતે સંપર્ક મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા જાહેર કરાયેલા નંબર (02822) 230050, 101 અને 112 છે

(9:47 PM IST)