News of Tuesday, 7th July 2026
સાવરકુંડલામાં વધુ ચાર ઇંચ વરસાદ પડતા નાવલી નદીમાં સતત ચોથા દિવસે ઘોડાપૂર

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૭: સાવરકુંડલા શહેર અને પંથકમાં શનિવારે રાતથી શરૂ થયેલી મેઘ સવારી આજે સતત ચોથા દિવસે પણ શરૂ છે આજે મંગળવારે સવારે ૬ વાગ્યા સુધીમાં વધુ ચાર ઇંચ વરસાદ પડી ગયો છે ગઈકાલે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે સાવરકુંડલાની નાવલી નદીમાં સતત ચોથા દિવસે પણ બે કાંઠે પાણી આવ્યું હતું ગઈકાલનું પાણી તો વધારે રોદ્ર સ્વરૂપ ધારણ કરીનેનદી બજારની દુકાનોમાં પણ ઘુશી ગયું હતું.
શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અને રિદ્ધિ સિદ્ધિ ચોક સામેના પુલ ઉપરથી પાણી વહેવા લાગતા સ્થાનિક પોલીસ તંત્રએ પુલ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અવરજવર અટકાવી દીધી હતી અને કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી રાખી હતી મામલતદાર કચેરી ખાતે આવેલા ફલડ રુમ મા સિજનનો કુલ ૪૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે. હાલ પણ આકાશ માં કાળા ડીબાંગ વાદળો ગોરંભાયેલા છે અને ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય પણ ભારે વરસાદ પગલે સર્જાયેલી ઉર્જ જેવી સ્થિતિને થાળી પડવા સતત મહેનત ઉઠાવી હતી અને હાજર રહી ષણૂણુ ટ્રેક્ટરની મદદથી હતા. પાણીને અવરોધતા માટી, પાળા અને અડચણો દૂર કરાવ્યા હતા.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
