News of Saturday, 21st November 2026
જામનગરમાં શંકાસ્પદ પાનમસાલા, તમાકુ, સિગારેટના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયાઃ ૧પાા લાખનો માલ કબ્જે

જામનગર, તા. ર૧: જોલીબંગલા પાસે આવેલી કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી ચોરાઉ / શંકાસ્પદ પાન મસાલા અને સિગારેટના જથ્થા સાથે કુલ ૪ ઇસમો મળી આવેલ જેમાં (૧) આમદ ગનીભાઇ મેમણ રહે.બીબોડી ફળી, લીંડીબજાર, પાસેથી સિગ્નેચર પાન મસાલા પેકેટ નંગ-૧૦૭૦ કી.રૂ.૨,૧૪,૦૦૦/- ફોર સ્ક્વેર સિગારેટ પેકેટ નંગ-૧૧૮ કી.રૂ.૨,૧૨,૪૦૦/-બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૬૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦/- બાગબાન ૧૩૮ તમાકુના ટીનના ડબ્બા નંગ-૧૫ કિ.રૂ.૫૧,૦૦૦/- (૨) કાદર ગનીભાઇ ફુલવાડી રહે.બીબોડી ફળી, લીંડીબજાર પાસેથી બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૨૦ કિ.રૂ.૪૮,૦૦૦/- બાગબાન ૧૩૮ તમાકુના ટીનના ડબ્બા નંગ-૪૦ કિ.રૂ.૧,૩૬,૦૦૦/- વિમલ પાન મસાલા પાઉચ નાના-૧૪૫૬ કી.રૂ.૧,૪૫,૬૦૦/-વિમલ પાન મસાલા પાઉચ મોટા-૨૪૦ કી.રૂ.૩૬,૦૦૦/- (૩) મુકેશ પ્રભુલાલ જેસાણી રહે. મયુરગ્રીન શેરી નં.૪ પાસેથી બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૮૦ કિ.રૂ.૧,૯૨,૦૦૦/- બાગબાન ૧૩૮ તમાકુના ટીનના ડબ્બા નંગ-૬૦ કિ.રૂ.૨,૦૪,૦૦૦/- (૪) દિપક રમણીકભાઇ સોનછાત્રા રહે.પટેલકોલોની, રોયલ હાઇટ્સ બ્લોક નં.૩૦૨ પાસેથી બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૪૦ કિ.રૂ.૯૬,૦૦૦/- વિમલ પાન મસાલા પાઉચ નાના-૬૨૪ કી.રૂ.૬૨,૪૦૦/- ની શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા તેઓની પાસે આધાર પુરાવા કે બીલ હોય તો રજુ કરવાનુ કહેતા કોળ સંતોષકારક ખુલાસો નહીં કરતા ઉપરોકત જુદી જુદી બ્રાંડના પાનમસાલા તમાકુ અને સિગરેટનો જથ્થો મળી કુલ કિ.રૂ.૧૫,૪૧,૪૦૦/- નો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે કબજે કરી જામનગર જિલ્લાના સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી સબ ઇન્સ એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ, સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, પરેશભાઇ સાંજયા અને ડ્રા. ધમેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
